સુરતના અઠવાગેટ પર ચાલતા બુલેટ માં અચાનક લાગી આગ, બુલેટ પર સવાર લોકોનો બચાવ… જુઓ વિડિયો…

46

આજકાલ ચાલતી કારમાં કે બાઇકમાં આગ લાગવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. જ્યારે તેવી જ એક ઘટના સુરતની(Surat) સામે આવી છે. મળતી માહિતી અનુસાર સુરતના અઠવાગેટ(Athwagate) નજીકથી પસાર થતાં એક દંપતીના બુલેટમાં બેટરી માં શોર્ટ સર્કિટ થતા ચાલતા બુલેટમાં આગ(Fire in the bullet) લાગી હતી.

બુલેટ ચાલક યુવકે બૂલેટને સાઈડમાં પાર્ક કરી ને પોતાની પત્ની અને બાળકને લઈને બુલેટ થી દૂર ચાલ્યો ગયો હતો. ઘટના બનતા જ સામે પહેલી હોસ્પિટલમાંથી કર્મચારીઓ ફાયર એક્સ્ટિન્ગ્યુશર લઈને ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા.

અને બુલેટ પર લાગેલી આગ પર કાબુ મેળવી લીધો હતો. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના ગઇકાલે બપોરના સમયે બની હતી. જ્યારે આરીફ ઈસ્માઈલ ભટ્ટ બુલેટ પર પોતાની પત્નીને બાળક સાથે અઠવાગેટ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અચાનક જ બુલેટ માં આગ લાગી હતી.

બુલેટ માં આગ લાગતા જ ઈસ્માઈલભાઈ એ પોતાનું બુલેટ તાત્કાલિક રોડની સાઈડમાં પાર્ક કરીને પોતાની પત્ની અને બાળકને લઈને બુલેટ થી દૂર ચાલ્યા ગયા હતા.

આ ઉપરાંત આ સમગ્ર ઘટનાને લઇને પાલિકાના ફાયર ઓફિસના એક જવાને જણાવ્યું કે બુલેટમાં બેટરીમાં સ્પાર્ક થતા પેટ્રોલ લીકેજ હોવાના કારણે બુલેટ માં અચાનક આગ લાગી હશે તેવી શક્યતાઓ છે. બાઈક પર સવાર પતિ-પત્ની અને બાળક સમયસર બુલેટ માં થી નીચે ઉતરી જતા કોઈ મોટી ઘટના બની નથી.

ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ હોસ્પિટલના સ્ટાફ દ્વારા બુલેટ માં લાગેલી આગ પર કાબુ મેળવી લીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!