મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા બે મહિનાથી હાર્ટ એટેક આવવાના કારણે મોતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. સતત આવા કિસ્સાઓ વધતા લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. ત્યારે સુરતમાં બનેલી વધુ એક તેવી ઘટના સામે આવી છે. મિત્રો તમને જણાવી દે કે સુરત શહેરમાં ક્રિકેટ રમતી વખતે મૃત્યુ થયા બાદ હવે યોગા કરતી વખતે મોત થવાની ઘટના સામે આવી છે.
સુરતમાં યોગા કરતી વખતે 44 વર્ષના પાટીદાર યુવકને અચાનક જ હાર્ટ એટેક આવ્યું હતું અને તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ એક રસ્તો ખેલતો પરિવાર વિખરાઈ ગયો છે. હાલમાં યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સુરતમાં કિરણ ચોક પાસે આવેલા હરે કૃષ્ણ પાર્ટી પ્લોટ માં દરરોજ લોકો એરોબિક્સ અને યોગા કરે છે.
દરરોજની જેમ આજ રોજ સવારે પણ લોકો યોગા અને એરોબિક્સ કરવા માટે ભેગા થયા હતા. આ દરમિયાન 44 વર્ષના મુકેશભાઈ મેંદપરા પણ યોગા કરી રહ્યા હતા. મુકેશભાઈ સવારથી જ્યારે ગ્રાઉન્ડમાં આવ્યા ત્યારે તેમને પેટમાં બળતરા અને એસિડિટીની અસર હતી. પરંતુ થોડીક વાર ફ્રેશ થયા બાદ મુકેશભાઈ યોગા શરૂ કર્યા હતા.
આ દરમિયાન અચાનક જ યોગા કરતી વખતે મુકેશભાઈ જમીન પર ઢળી પડ્યા હતા. તેથી ત્યાં આગળ તમામ લોકો તાત્કાલિક મુકેશભાઈ પાસે દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક ધોરણે નજીકની ડાયમંડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં હાજર ડોક્ટરે મુકેશભાઈ ની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
મુકેશભાઈનું મૃત્યુ થતા જ તેમના પરિવારજનો અને સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. ગઈકાલે પરિવારના સભ્યોએ હસતા ખેલતા અને ખૂબ જ મોજ મસ્તીમાં ધૂળેટીનો તહેવાર ઉજવ્યો હતો અને આજે પરિવારના સભ્યનું મોત થતા પરિવાર ઉપર દુઃખનો પહાડો તૂટી પડ્યો છે. મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે હાર્ટ એટેક આવવાના કારણે મુકેશભાઈનું મૃત્યુ થયું છે.
તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ હતી. ત્યારે આજે યોગા કરતી વખતે હાર્ટ એટેક આવવાના કારણે એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. સતત હાર્ટ એટેક આવવાના કારણે મોતની ઘટના વધતા ચારેય બાજુ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment