હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર અકસ્માતની ઘટનાના વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં એક રુવાટા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. મિત્રો આજના આધુનિક યુગમાં તમે ઘણી જગ્યાઓ ઉપર એક્સીલેટર વાળી સીડી એટલે કે ઓટોમેટીક ચાલવા વાળી સીડી જોઈ હશે.
ખાસ કરીને રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન, મોલ, એરપોર્ટ જેવી જગ્યાઓ ઉપર આવી સીડી વધારે જોવા મળે છે. તમારે એક્સીલેટર વાળી સીડી ઉપર ફક્ત આરામથી ઊભું રહેવાનું હોય છે. સીડી આપણને ઓટોમેટીક ઉપરના માળે લઈ જાય છે. ઘણી વખત આવી સીડી ખૂબ જ જોખમી સાબિત થતી હોય છે.
ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક્સીલેટર પર ચડીને લોકો આરામથી નીચે ઉતરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન એક વ્યક્તિ ઉપરના માળેથી નીચેના માળે ઉતરવા માટે એક્સીલેટર ઉપર પગ મૂકે છે.
ત્યારે અચાનક જ એક્સીલેટરની ઝડપ વધી જાય છે અને ચાલતા એક્સીલેટરની વચ્ચે અચાનક જ મોટો ખાડો પડી જાય છે. જેના કારણે એક વ્યક્તિ એક્સીલેટર ની અંદર આવી જાય છે. આ ઘટના તુર્કીમાં બની છે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ અકસ્માતનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
વિડીયો જોઈને ભલભલા લોકોના રુવાટા ઉભા થઈ ગયા છે. વાયરલ થઈ રહેલો વિડિયો ટ્વિટર પર @oddlyterrifying નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 70000 થી પણ વધારે લોકો એ જોયો છે.
Escalator failure in Turkey pic.twitter.com/KY2fHVGLsB
— Oddly Terrifying Things (@0ddIyterrifying) January 8, 2023
એવું કહેવામાં આવી રહ્યું છે કે એક્સીલેટરમાં અચાનક જ ખામી આવી જવાના કારણે આ અકસ્માતની ઘટના બની છે. એક્સીલેટરમાં ફસાયેલા વ્યક્તિ સાથે શું થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment