કોરોના મહામારી વચ્ચે દેશની અર્થવ્યવસ્થાને લઈને આવી મોટી ખુશ ખબર.

237

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે અર્થતંત્ર સુધારાના સંકેતો દેખાઈ રહ્યા છે તેમ તેમને કહ્યું હતું.એક સમયે તેમણે કહ્યું કે વર્તમાન નાણાકીય વર્ષમાં કુલ સ્થાનિક ઉત્પાદન નો વિકાસ દર ઘટી જશે અથવા તો શૂન્ય નજીક થશે. નિર્મલા સીતારામને કહ્યું કે, 2020-21 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અર્થતંત્રમાં 23.9 ટકાનો જીવરા ઘટાડો જોવા મળ્યો છે, જેનાથી જીડીપી વૃદ્ધિદર અને સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન નકારાત્મક અથવા તો શૂન્યની નજીક રહેશે. હાલમાં કેન્દ્ર સરકારનું ફોકસ જાહેર ખર્ચ દ્વારા આર્થિક પ્રવૃત્તિ વધારવા પર છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સેરા સપ્તાહ ઇન્ડિયા એનર્જી ફોરમને સંબોધન કરતા કહ્યું કે સરકારે કોરોના મહામારી ના કારણે 25 માર્ચ થી કડક લોકડાઉન લગાવી દીધું હતું.નાણા મંત્રીએ કહ્યું કે આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થવાના કારણે અર્થવ્યવસ્થા સુધારા થવાના સંકેતો જોવા મળી રહ્યા છે.

ઉત્સવની સિઝનથી અર્થવ્યવસ્થાને ગતિ મળવાની આશા છે અને તેમણે એમ પણ કહ્યું કે આ સાથે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં વૃદ્ધિદર હકારાત્મક રહેવાની આશા છે.

2020 માં એકંદરે જીડીપી વૃદ્ધિદર નકારાત્મકતા શૂન્યની નજીક હશે અને આગામી નાણાકીય વર્ષથી વિકાસ દરમાં સુધારો થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!