એક જ અઠવાડિયામાં સોનાના ભાવમાં થયો આટલો મોટો ઘટાડો, જાણો વિગતે.

144

સોના-ચાંદીના ભાવમાં ગત અઠવાડિયે સતત ઘટાડો જોવા મળ્યો છે. આ અઠવાડિયે બુલિયન બજારોમાં 24 કેરેટ સોનાના ભાવ 1015 રૂપિયા સુધી ઘટી ગયો છે તે જ સમયે ચાંદીનો 1352 રૂપિયા સસ્તી થઈ ગઈ છે. આપને જણાવી દઇએ કે આ વર્ષે સોનુ 3411 રૂપિયા સસ્તું થયું છે.

તેનાથી વિપરીત ચાંદીના ભાવ આજે 417 વધી ગયા છે. બુલિયન બજારોમાં 24 કેરેટ સોનાનો ભાવ ગયા વર્ષના ઓલટાઇમ હાઇ કરતા 9463 રૂપિયા સુધી નીચે આવી ગયા છે.

અમેરિકામાં સોનુ 2.33 ડોલરના ઘટાડા સાથે 1768.91 ડોલર પ્રતિ ઔંસના રેટ પર કારોબાર કરી રહ્યા છે તો બીજી તરફ ચાંદી નો કારોબાર 0.16 ડોલરના ઘટાડા સાથે 25.91 ડોલરના સ્તર પર કરી રહી છે.

વાયદા બજારમાં શુક્રવારે સોનાના ભાવમાં 0.13 ટકાનો ઉછાળો નોંધાયો હતો એટલે કે 46785 પ્રતિ 10 ગ્રામ પર કારોબાર બંધ થયો. આ ઉપરાંત ચાંદી 68423 રૂપિયા પ્રતિ કિલો બંધ રહી.

21 એપ્રિલના રોજ એમસીએક્સ પર સોનાનો દર 48400 રૂપિયાના બે મહિનાના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા પરંતુ ત્યારબાદ તેમાં ઘટાડો થયો. ભારતમાં સોનાના ભાવમાં 10.75 ટકા આયાત ડ્યુટી અને 3 ટકા જીએસટી સામેલ છે.

મુંબઈ માં એક વેપારીએ કહ્યુ કે લગભગ દરેક રાજ્ય સરકારે કોઈને કોઈ પ્રકાર નો કોવિડ 19 પ્રતિબંધ લાદી દીધો છે આને કારણે જવેલરી સ્ટોર્સ કા તો બંધ છે અથવા ખૂબ જ ભાગ્યે જ ખુલી રહા છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલે કહ્યુ કે આ જૂન કવાટર માં લોકડાઉન ને કારણે ભારત માં સોનાનો વપરાશ થવાની સંભાવના છે તેનાથી વિપરીત માર્ચ કવાટર માં ભારત ની સોનાની માંગ માં 37 ટકાથી 140 ટન નો વધારો જોવા મળ્યો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!