જ્યારે વ્યક્તિમાં જ આવડત હોય છે ત્યારે કોઈપણ પ્રકારનું ભણો તેનાથી કોઈ ફરક પડતો નથી l એવામાં ઘણા એવા લોકો હોય છે કે જેઓ અભ્યાસ ક્ષેત્રે ઓછી આવડત ધરાવતા હોય છે તો તેવા લોકો પોતાની આવડત મુજબ આગળ હોય છે. એવું જ એક ઉદાહરણ પૂરું પાડતી ભાવનગરની સરકારી કોલેજમાં અભ્યાસ કરતી એક દીકરીએ સાબિત કરી બતાવ્યું.
આપણે સૌ તેનાથી પરિચિત છીએ કે આજના મોટાભાગના એન્જિનિયરિંગ કરતા યુવક-યુવતીઓ નોકરી નથી કરતા. આ દીકરીને લાખો રૂપિયા પગારવાળી નોકરી મળી છે જેનાથી સૌ કોઈ લોકો વિચારતા જ થઈ ગયા છે.આ દીકરીને પોતાના અભ્યાસની સાથે સાથે જ તેની આવડતના લીધે આજે લાખો રૂપિયાનાં પગારવાળી નોકરી માટે તક મળી છે.
દિકરી વિશે વિસ્તૃતમાં વાત કરીશું તો આ દિકરી નું નામ ઈશિતા છે. જે હાલ ભાવનગરની સરકારી ઇજનેર કોલેજ માં કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહી છે તેને કોલેજમાંથી તેની આવડતના લીધે 15 લાખ રૂપિયાની નોકરી મળી છે જેનાથી ઈશિતા ના પરિવારમાં ખુશીનો પાર રહ્યો નથી, ત્યારે એ વાત સાચી છે કે જ્યારે આપણામાં જ એવી આવડતો હોય છે.
તો ભણેલુ પણ કંઈ કામ લાગતું નથી ત્યારે આ દિકરી એ સરકારી કોલેજમાં અભ્યાસ કરતી હતી અને કોલેજની સાથે જ તેને નોકરી મળી ગઈ છે. ઘણા લોકોનું તો એવું માનવું હોય છે કે મોટી ખાનગી કોલેજોમાં અભ્યાસ કરવાથી જ સારી એવી નોકરી મળે છે તો એ વાત અહીં તદ્દન ખોટી પડી છે. જ્યારે આ ઈશિતા તો સરકારી કોલેજમાં અભ્યાસ કરતી હતી અને ત્યારે તે સાથે સાથે ઓનલાઇન નાના-નાના કોર્સ ખરીદીને પોતાનું નોલેજ વધારતી હતી.
તેણે બધું જ ઓનલાઇન શીખીને વેબ ડેવલોપીંગ અને બીજી ઘણી બધી એવી skill શીખી લીધી. જ્યારે તેને કોલેજમાંથી પ્લેસમેન્ટ મળ્યું ત્યારે વિદ્યાર્થીનીબધા કરતા અલગ તરી આવતી હતી અને જ્યારે દીકરીને નોકરીની ઓફર મળી કે તરત જ દીકરીના પરિવારના ખુશી વ્યાપી ગઈ. આ ઈશિતાને હૈદરાબાદની એક આઇટી કંપની માંથી વાર્ષિક 15 લાખ રૂપિયાના પગારવાળી નોકરીની ઓફર આવી એ સાથે જ કોલેજો અને પરિવારમાં ખુશીનો પાર ના રહ્યો.
તો આજે ઘણા વિદ્યાર્થીઓ કોલેજમાં મજાક મસ્તીમાં ટાઈમ વાપરી દેતા હશે અને પોતાના કોર્સ ને લઈને કોઈ સ્કીલ કરી શકતા જ નથી. તેથી તેઓ બેરોજગાર બેસી રહેતા હોય છે તો એવા વિદ્યાર્થીઓને પણ આ દીકરી પાસેથી પ્રેરણા લેવી જોઈએ કે આપણો સમય ગમે ત્યાં વેડફવો ન જોઈએ અને ડિજિટલ યુગના માધ્યમથી ઓનલાઇન એવા કોર્સ શીખીને પોતાની સ્કીલ વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment