ઉપલેટાના ગઢાળામાં વિદ્યાર્થીનીઓ પાણીના ભારે પ્રવાહમાં પોતાનો જીવ જોખમમાં મૂકીને શાળાએ જઈ રહી છે, જુઓ વિડિયો…

69

ગુજરાત રાજ્યમાં છેલ્લા પાંચ થી છ દિવસ જ્યારે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રાજકોટ જિલ્લામાં જસદણ અને વીંછિયા તાલુકાને બાદ કરતાં અન્ય તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો હતો. મળતી માહિતી અનુસાર ધોરાજી, ગોંડલ, ઉપલેટા, લોધીકા માં ભારે વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારને જોડતા કોઝવે પર પાણીના પ્રવાહને જોર વધી ગયો હતો.

ઉપલેટાના ગઢાળા ગામને જોડતા મુખ્ય ચાર રસ્તા પર મોજ નદીનો કોઝવે આવેલો છે. ઉપલેટામાં ભારે વરસાદ પડવાના કારણે મોજ નદીમાં પાણીની આવક વધી ગઇ હતી જેના કારણે કોઝવે પરથી પાણી વહેવા લાગ્યું હતું. તેના કારણે ગામના લોકોને અવરજવરમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.

ત્યારે ગામની વિદ્યાર્થીનીઓ પોતાના જીવને જોખમમાં મૂકીને પાણીના ભારે પ્રવાહથી કોઝવે પરથી પસાર થઈને શાળા સુધી જાય છે. ત્યારે આ સમગ્ર ઘટનાને લઇને કોઇ મોટી આકસ્મિક બનાવ બને તેનો જવાબદાર કોણ રહેશે? તેવા સવાલો ઉઠી રહ્યા છે.

ઉપલેટા પંથકમાં ભારે વરસાદના કારણે મોજ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ગઢાળા ગામ સુધી પહોંચવા માટે મોજ નદી પર બનાવવામાં આવ્યો છે પરંતુ ભારે વરસાદના કારણે છેલ્લા 10 દિવસથી કોઝવે પરથી પાણી ચાલી રહ્યા છે.

કોઝવે પર પાણીનો ભારે પ્રવાહ હોવા છતાં પણ વિદ્યાર્થીનીઓ શિક્ષણ માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને સ્કૂલ સુધી પહોંચે છે. જો કોઈપણ વિદ્યાર્થીનીઓ કોઝવે પસાર કરતી વખતે પાણીના ભારે પ્રવાહથી માં તણાઈ ગઈ તો તેની જવાબદારી કોણ ઉઠાવશે તે અંગે ગામના લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.

આ ઉપરાંત ગામના લોકોએ કોઝવે પર પુલ બનાવવા માટે અનેકવાર સરકારી અધિકારીઓને સ્થાનિક નેતાઓની રજૂઆત કરી છે. પરંતુ સ્થાનિક નેતા અને સરકારી અધિકારીઓ તરફથી કોઈપણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!