સુરતમાં પાંડેસરા વિસ્તારમાં વિદ્યાર્થીનું વેકસીન લીધા બાદ થયું મૃત્યુ…

Published on: 4:03 pm, Mon, 6 September 21

સુરત શહેરનો રસિ મૂકાવ્યા બાદ નો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ સુરતના કોરોના ની રસી મુકાયા બાદ એમ કોમના એક વિદ્યાર્થી નું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ મૃત્યુ પામેલા વિદ્યાર્થિનીના પિતાએ કર્યો હતો.

મળતી માહિતી મુજબ પાંડેસરામાં રહેતા અને એમ.કોમ ના અભ્યાસ કરતા એક યુવકે 27 ઓગસ્ટના દિવસે પોતાની કોલેજમાં કોરોના ની રસી મુકાવી હતી. ત્યારબાદ તે વિદ્યાર્થી છેલ્લા નવ દિવસથી બીમાર હતો.

મળતી માહિતી અનુસાર વિદ્યાર્થિનીની તબીયત શનિવારના રોજ ખરાબ થઈ ગઈ હતી અને તેને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થયું હતું.

મૃત્યુ પામેલા યુવકના પિતાનો આક્ષેપ છે કે તેની કોલેજમાં રસી મુકાયા બાદ તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને તેના કારણે જ તેનું મૃત્યુ થયું હતું.

આમ મુત્યુ પામેલા યુવકના પિતાએ યુવકના મૃત્યુ પાછળ કોરોના ની રસી ને જવાબદાર ગણાવી હતી. યુવકે 27 ઓગસ્ટના રોજ પોતાની કોલેજમાંથી વ્યક્તિ મુકાવી હતી.

અને ત્યાર બાદ યુવક નવ દિવસ સુધી બીમાર રહ્યો હતો. શનિવારના રોજ યુવકની તબિયત વધુ બગડતાં યુવકને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!