તમિલનાડુ સરકારે કોરોના ને નાથવા માટે કડક માં કડક પ્રતિબંધ લાગુ પાડી દીધા છે. રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડીને નવા પ્રતિબંધની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે 26 એપ્રિલ થી રાજ્યમાં તમામ સિનેમા હોલ, જીમ, મનોરંજન પાર્ક, કલબ અને.
તમામ બાર ઉપરાંત ઓડિટોરિયમ તથા મિટિંગ હોલ પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યમાં જાહેર અને ધાર્મિક સ્થળો પર પણ પ્રતિબંધ મુકાયો છે.
તમિલનાડુ સીમિત સમયમાં ઈ-કોમર્સ ડીલવરી અને ઓપરેશન ચાલુ રહેશે. રેસ્ટોરન્ટ અને હોટલ માં ટેક અવે સર્વિસ ચાલુ રાખવામાં આવશે.લગ્નમાં ફકત 50 લોકોને અને અંતિમવિધિમાં 25 લોકોને મંજૂરી આપવામાં આવશે.
આઇટી અને આઇટીઇએસ કંપનીએ 50 ટકા કર્મચારીઓને વર્ગ ફોર્મ આપવું પડશે. બ્યુટી પાર્લર, સ્પા, સલૂન, હજામત ની દુકાનો બંધ રહેશે. મંદિરોમાં શ્રધ્ધાળુઓનો પ્રવેશ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ છે.
ચાની તમામ દુકાનો બંધ રાખવાનો ઓર્ડર અને સ્પોર્ટ્સ ટ્રેનિંગ એકેડેમી પણ બંધ રાખવાનો આદેશ છે.દેશમાં ૨૪ કલાક દરમિયાન સૌથી વધારે મોત મહારાષ્ટ્રમાં 773 થયા અને તે બાદ દિલ્હીમાં 348.
છત્તીસગઢમાં 219, ઉત્તર પ્રદેશમાં 196, ગુજરાતમાં 142, કર્ણાટકમાં 190, પંજાબમાં 75, મધ્યપ્રદેશમાં 74 લોકોના મોત થયા હતા. આઠ રાજ્યોમાં કુલ 2017 મોત થયા છે જે કુલ 2620 મોતના 76.98 ટકા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment