જેને પોતાનો મીઠો કંઠ નાં કામાંકિતથી લોકો નાં દિલ જીતી લીધા હોઈ અને જયારે તેમનો કંઠ રેલાય ત્યારે તમે જુમી ઉઠતા હોઈ એવા કાઠિયાવાડ નાં ઉચ્ચ કોટી નાં કલાકાર એવા કીર્તિદાન ગઢવી ને સૌ કોઇ જાણીએ છીએ અને ગુજરાત નાં પ્રખ્યાત લોકડાયરા, લોક ગીતો, કલાસિકલ મ્યુઝિક માં આગવું નામ ધરાવે છે.
કીર્તિદાન ગઢવી મધ્ય ગુજરાત ના આણંદ નાં વાલવોદગામ માં 1975 ની સાલ માં ગઢવી પરિવાર માં જન્મ થયો હતો. તેમનાં પિતાં નું નામ સ્વ. સમરત દાન ગઢવી હતું. તેઓ પણ લોક ગાયક હતા. તેથી જ કહી શકાય કે તેમને સંગીત ક્ષેત્રે ઘરથુથી જ્ઞાન મળ્યું હોઈ.આપણા ગુજરાતની પવિત્ર ધરતી પર કલાકારોની કમી નથી.
ત્યારે આપણા જાણીતા એવા ડાયરા કિંગ કિર્તીદાન ગઢવી વિશે કોઈ પરિચિત જ હશો તેમના ડાયરા ના પ્રોગ્રામ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે અને વાત કરીએ તો હજારોની સંખ્યામાં લોકોની ભારે ભીડ કિર્તીદાન ગઢવીના ડાયરામાં જોવા મળે છે અને તેઓ ગાયક કલાકાર તરીકે વધુ જાણીતા થયા છે.
બાળપણથી જ સંગીતનો શોખ હતો અને તેઓ શાળાઓમાં અને અન્ય પ્રવૃત્તિઓમાં સંગીત ને લગતી હોય તેમાં ભાગ લેતા તેમને સંગીતનો શોખ હોવાથી વડોદરા યુનિવર્સિટીમાં સંગીતની માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી શકે અને તેમને ખૂબ જ મહેનત કરી છે. સંગીત ક્ષેત્રે આગળ વધ્યા જ્યારે તેમણે એક ગાવાનો મૂકો મળ્યા ત્યારે તેમણે સૌ પ્રથમ વાત પેટલાદના એક ગામમાં ગીત ગાવાનું શરૂ કર્યું હતું.
તેમણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. ત્યારે તેમને એકબીજા હાસ્ય કલાકાર એવા માયાભાઈ આહીરનો મળવાથી આગળ વધ્યા. કહેવાય છે કે કિર્તીદાન ગઢવી માં મોગલ ને ખૂબ જ માનતા તેથી જ તેમના પર મા મોગલ ની કૃપા વરસી હોય અને તેમના આશીર્વાદથી તે ખૂબ જ સફળ થયા છે.
વર્તમાન સમયની વાત કરીએ તો કિર્તીદાન ગઢવીએ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં તેમનુંખૂબ જ મોટું નામ કર્યું છે. અને લોક ડાયરા ની મજા માણવા લોકોની મોટી સંખ્યામાં ભીડ પણ જોવા મળે છે તેઓ નો પ્રોગ્રામ માટે સ્પેશિયલ તેમને વિદેશોથી પણ બોલાવે છે તેમની એક કાર્યક્રમમાં ચાર લાખ જેટલી કમાણી થાય છે.
અને ફેમસ એવા કિર્તીદાન ગઢવી તેમની એક આગવી ઓળખ ધરાવે છે અને તેમના ઘણા ગીતો ખુબ જ પ્રખ્યાત છે કહી શકાય કે તેમણે સંગીત ક્ષેત્રે આગળ વધવા માટે ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કર્યો હતો ત્યારે આજે તેમને એક લોક ગાયક તરીકે ઓળખ ઊભી થાય છે. હાલમાં કિર્તીદાન ગઢવી એક ડાયરો કરવાના લાખો રૂપિયા લે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment