સમગ્ર દેશભરમાં ચોરીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. મિત્રો તમે રેલ્વે પ્લેટફોર્મ પર અને ટ્રેનમાં થયેલી ઘણી બધી ચોરીની ઘટનાઓ સાંભળી હશે. પરંતુ અહીં અમુક વખત ચોરોને ચોરી કરવી ખૂબ જ ભારે પડી જાય છે. ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટના સામે આવી છે.
જેમાં એક ચોરને ચાલતી ટ્રેનની બારીમાંથી મોબાઈલ ચોરી કરવો ભારે પડી ગયો છે. આ ઘટના બિહારના બેગુસરાયમાં બની હતી. અહીં સ્ટેશન પર નીકળતી ટ્રેનની ટ્રેનની બારીમાં હાથ નાખીને એક યુવક ટ્રેનની અંદર બેઠેલા પેસેન્જરનો મોબાઈલ આંચકી લેવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ દરમિયાન પેસેન્જર આ યુવકનો હાથ પકડી લે છે.
ત્યારબાદ ત્યાં હાજર બીજા મુસાફરો પણ ચોરનો બીજો હાથ પકડી લે છે. આ દરમિયાન ટ્રેન સ્ટેશનની બહાર નીકળી ગઈ હતી અને ટ્રેને સ્પીડ પકડી લીધી હતી. ત્યારબાદ લગભગ 15 કિલોમીટર સુધી મુસાફરોએ ચોરને બારીમાં લટકાવીને રાખ્યો હતો.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, આ દરમિયાન ચોર મુસાફરોને આજીજી કરતો જોવા મળી રહ્યો છે. તે મુસાફરોને કહી રહ્યો છે કે મારો હાથ ભાંગી જશે ભાઈ… ભાઈ હું નહીં જીવી શકું. પરંતુ છતાં પણ મુસાફરો તેને મુકતા નથી.
લગભગ 15 કિલોમીટર બાદ એક રેલવે સ્ટેશન આવે છે. ત્યાં મુસાફરો ચોરને પકડીને જીઆરપી ને સોંપી દે છે. ચોરી કરનાર યુવકનું નામ પંકજ છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તેની સામે કેસ નોંધીને તેને જેલમાં મોકલી દીધો છે. મિત્રો આ ઘટનામાં ટ્રેનમાં બેઠેલા મુસાફરો ઇચ્છતા હોત તો ટ્રેનની ચેન ખેંચીને ટ્રેન ઉભી રાખી દે.
Mobile thief hanged in a moving train for 15 km In Bihar
Read News- https://t.co/Hg0MXi0Qdn pic.twitter.com/2wIJxKjvkq— Akshay Pandey (@akshay019) September 15, 2022
પરંતુ ચોરને સબક શીખવાડવા માટે તેમણે ચોરને બારી પર લટકાવી રાખ્યો. હાલમાં ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment