ગુજરાતમાં અંબાજી, પાવાગઢ અને જુનાગઢ પછી ચોટીલા માં માતાજીના દર્શન માટે રોપ વે ની સુવિધા પ્રાપ્ત થશે. ચોટીલામાં રોપ વેની મંજૂરી અંગે મુખ્યમંત્રી ગૃહ માં મોટી જાહેરાત કરી છે. ગુજરાતના વધુ એક યાત્રાધામ એવા ચોટીલા ને રોપ વે ની ભેટ મળવા જઈ રહી છે.
ગુજરાતમાં અંબાજી, પાવાગઢ અને જુનાગઢ પછી ચોટીલામાં ભક્તોને માતાજીના દર્શન માટે રોપ વેની સુવિધા પ્રાપ્ત થશે.રસપ્રદ વાત એ છે કે આ જે પ્રોજેક્ટ સરકારે મૂક્યો છે.
અને એ 2014 માં નાંદોદ તાલુકાના બોરીદ્રા ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અનિલ મકવાણા ને વિચાર આવ્યો અને તેમને તેમની બે વિદ્યાર્થીનીઓ ભૂમિકા વસાવા અને ઇકિત્સા વસાવા ને સમજાવી ને એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે.
જે તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રથમ આવ્યો અને રાજ્ય કક્ષાએ પણ ખૂબ જ ગમ્યો અને રાષ્ટ્રીય કક્ષાએ પણ તે પહોંચ્યો હતો.
દિલ્હીના પ્રગતિ મેદાનમાં રાષ્ટ્રીય કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં નર્મદાના પ્રોજેક્ટ ધૂમ મચાવી હતી. જોકે હવે સરકારને પણ આ વિચાર આવ્યો અને.
તેમને રોપવે ના પ્રોજેક્ટ બનાવવાની દરખાસ્ત મુકી ડિઝાઇન તૈયાર કરાવી છે. ત્યારે આ શિક્ષકને થયું કે તેમનું છ વર્ષ પહેલા જોયેલું સ્વપ્ન પૂરું થશે.જેનો એમને અનેરો આનંદ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment