વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય નું રાજકારણ ગરમાયું,ભાજપ ને પડી શકે છે મોટો ફટકો

ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપમાં આંતર કલહ સામે આવ્યો છે.પુષ્કરસિંહ ધામી ની સરકારમાં કેબિનેટ મંત્રી હરકસિંહ રાવતે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એક ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી પણ છોડી દીધી છે.

કોંગ્રેસ ના ઉત્તરાખંડ યુનિટ ના સતાવાર ટ્વીટર હેન્ડલ માં કહેવામાં આવ્યું છે.ડૂબતું જહાજ લોકો ભાગી રહા છે.ઉપરાંત ટ્વીટ માં બે તસવીરો શેર કરવામાં આવી છે.જેમાંથી એક કેબિનેટ મંત્રી હરક સિંહ રાવત નું રાજીનામુ હોવાનું જાણવા મળ્યું છે.

જ્યારે બીજામાં ધારાસભ્ય ઉમેશ શર્મા કાઉ એ ભાજપ છોડવાના ઉલ્લેખ કર્યા છે.તમને જણાવી દઇએ કે,ધારાસભ્ય ઉમેશ શર્મા દહેરાદૂન જિલ્લાની રાયપુર બેઠક પરથી ઉતરાખંડ વિધાનસભાના સભ્ય છે.

2016 માં ઉમેશ શર્મા કાઉ કોંગ્રેસ ના અન્ય ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાયા હતા.એક તરફ પુષ્કર સિંહ ધામીના મંત્રીમંડળમાં વન અને પર્યાવરણ, શ્રમ અને કૌશલ્ય વિકાસ મંત્રાલયનો હવાલો સંભાળ હરક સિંહ રાવત ની રાજકીય કારકિર્દી પર નજર કરીએ તો તેમણે અનેક પ્રસંગોએ નારાજગી દર્શાવી છે.

તેમને 2016 માં કોંગ્રેસ છોડીને ભાજપ સાથે જોડાયા હતા અને હવે એવી અટકળો વહેતી થઈ છે કે તે ફરી એકવાર તેની જૂની પાર્ટીમાં ઘર વાપસી કરી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*