ગુજરાત રાજ્યમાં શાળાઓ શરૂ કરવા બાબતે રાજ્યની રૂપાણી સરકારે જાહેર કરી SOP.

282

ગુજરાત રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે આગામી 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 માટે શાળાઓ અને UG અને PG માટે છેલ્લા વર્ષનું શિક્ષણ ચાલુ કરવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

શાળાઓમાં કેન્દ્ર સરકારની SOP નું ફરજિયાત પણે પાલન કરવાનું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કહેવામાં આવ્યું છે.બીજી તરફ શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે નહીં તે બાબતે જણાવ્યું હતું.

ગુજરાત રાજ્યમાં સોમવારથી શાળા અને કોલેજ શરૂ કરવામાં આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર શાળા ચાલુ કરવા પહેલા એસોપી જાહેર કરી છે. જે અંતર્ગત કન્ટેઈનમેન્ટ ઝોન માં શાળા શરૂ કરવામાં આવશે નહીં.સાથે SOP માં જણાવવામાં આવ્યું છે કે,કન્ટેઈનમેન્ટ ઝોન માં રહેતા.

કે પરિવાર માં કોઈ ને કોરોના હોય એવા વિદ્યાર્થીઓ કે શિક્ષકો ને શાળાએ આવવાનું રહેશે નહીં.રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી sop મુજબ કન્ટેઈનમેન્ટ ઝોન માં શાળા ખોલી શકાશે નહીં. શાળા એ કેન્દ્ર સરકાર ની SOP નું ફરજિયાત પણે પાલન કરવાનું રહેશે.

માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનીટાઇઝર નું ધ્યાન રાખવું પડશે. જે વિદ્યાર્થીઓએ શાળાએ આવવા ન માગે તેમના પર કોઈપણ પ્રકારનું દબાણ કરી શકાશે નહીં.ગુજરાત રાજ્યમાં શાળાઓ શરૂ કરવા બાબતે રાજ્યની રૂપાણી સરકારે જાહેર કરી SOP.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!