ગુજરાત રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાવાયરસ ના કેસ ને લઈને આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી નું મહત્વ નું નિવેદન સામે આવ્યું હતું. તેઓએ રાજ્યમાં લોકડાઉન અંગે અને વધી રહેલા કેસ અંગે પણ વાતચીત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી એકવાર ફરીથી.
ગુજરાત રાજ્યમાં લોકડાઉન અંગે ની અફવાઓને ખંડિત નિવેદન આપ્યું છે અને તેઓ સાથે જ કહ્યું હતું કે ગુજરાત રાજ્યમાં ચૂંટણી ના લીધે કેસો નથી વધ્યા.ગુજરાતમાં પણ લોકડાઉન નહીં થાય.
અને દિવસે પણ કોઈ પ્રકાર નું લોકડાઉન નહિ થાય. ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ના કેસો વધી રહ્યા છે અને ભારત દેશમાં પણ કોરોના ના કેસો ખૂબજ વધી રહ્યા છે.
રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી એ કહ્યું કે ચૂંટણીના કારણે કોરોનાવાયરસ ના કેસો નથી વધ્યા. કોરોના થી બચવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ની માર્ગદર્શિકા અને વેક્સિન આજ રસ્તા છે.
લોકો આગળ આવીને વેક્સિનેશન લે તો સારું છે.ગઈકાલે શુક્રવારના રોજ ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકના સૌથી વધુ નવા 1415 નવા કેસો સામે આવ્યા છે.
જ્યારે નવા 4 લોકોના મૃત્યુ થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4437 એ પહોંચ્યો છે.રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,45,406 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યો.
તો આજ રોજ નવા 948 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 2,73,280 દર્દીઓએ કોરોના ને માત આપી ચૂક્યા છે અને રાજ્યમાં સાજા થવાનો દર 96.27 ટકા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment