હાલમાં બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ધોરણ 10ના વિદ્યાર્થીના ભૂલના કારણે ટ્રેક્ટર ચલાવતી વખતે વિદ્યાર્થી કુવામાં પડી ગયો હતો. આ કારણોસર તેનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો વિદ્યાર્થી આ વર્ષે ધોરણ 10માં ટોપર હતો.
તેને ધોરણ 10માં 87 ટકા આવ્યા હતા. મળતી માહિતી અનુસાર પાંચ દિવસ પહેલા જ ભોપાલમાં તેનું સન્માન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના વિદ્યાર્થીના પરિવારની સામે બની હતી. પરિવારના લોકોની સામે જ વિદ્યાર્થી ટ્રેક્ટર ચલાવતી વખતે કુવામાં પડી ગયો હતો.
જેના કારણ તેનું કરુણ મૃત્યુ નીપજયું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ દિપક હતું અને તેની ઉંમર 16 વર્ષની હતી. ગુરૂવારના રોજ સાંજે લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ દિપક પોતાના ઘરે હતો. ટ્રેક્ટરને પાછું લેવા માટે ટ્રેક્ટર પર ચડીને ટ્રેક્ટર ચાલુ કરી રહ્યો હતો.
આ દરમ્યાન દિપકે રિવર્સ ગેરની જગ્યાએ આગળનો ગેર પાડ્યો હતો. જેના કારણે ટ્રેક્ટર 20 ફૂટ દૂર જઈને કૂવામાં ઘૂસી ગયું હતું. જેના કારણે દિપક કુવાની અંદર ખાબક્યો હતો. દીપકને બચાવવા માટે પરિવારના લોકો કુવામાં કૂદી હતા. દીપકને બચાવવા માટે 20 મિનિટ જેટલો સમય લાગ્યો હતો.
પરિવારના લોકો દીપકને કૂવામાંથી બહાર કાઢવામાં સફળ રહ્યા, પરંતુ તે પહેલા તો તેનું કરૂણ મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો દિપક અભ્યાસમાં ખૂબ જ સારો હતો. દીપક ના મૃત્યુના કારણે પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment