કોરોનાની મહામારી વચ્ચે આ રાજ્યમાં આજથી ખુલશે ધોરણ 10 અને 12 ની શાળાઓ.

Published on: 8:47 am, Mon, 18 January 21

કોરોનાની મહામારી ના કારણે સમગ્ર દેશમાં આઠ મહિનાથી શિક્ષણ કાર્ય બંધ રહ્યું હતું તેવામાં ગુજરાત રાજ્યમાં તારીખ 11 ના રોજ રાજ્યમાં શાળાઓ શરૂ થઈ હતી. તેઓમાં દિલ્હીમાં આજથી ધોરણ-10 અને 12ના શાળાઓ શરૂ થશેે. દિલ્હીમાં શાળાઓ શરૂ થતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અમુક નિયમોનું પાલન કરવું પડશે.

સમગ્ર દેશમાં કોરોના ની રસી વિતરણ શરૂ થઈ ગયું. દેશની રાજધાની દિલ્હીમાં ધોરણ-10 અને 12ના વર્ગના શિક્ષણકાર્ય શરૂ થશે.શાળાઓ ખુલતા જ દિલ્હી સરકારે શાળાઓને કેટલાક આદેશો આપ્યા અને વિદ્યાર્થીઓને કોરોના ની ગાઈડલાઈન મુજબ શાળાઓમાં શિક્ષણકાર્ય શરૂ કરવાનું રહેશે.

રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ની શાળાઓ ખુલતા જ વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ, પેકટીકલ, પ્રિય બોર્ડને અને બોર્ડની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરવામાં આવશે. કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને જ્યારે વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ કરશે ત્યારે પણ વિદ્યાર્થીઓ એકબીજા ને હાથ નહીં મેળવી શકે

અને વિદ્યાર્થીઓને કોરોનાની ગાઈડલાઈન્સ મુજબ સોશિયલ distance નું પાલન કરવું પડશે.શાળાઓ શરૂ થતા વિદ્યાર્થીઓને આ પાંચ નિયમનું પાલન કરવું પડશે.ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને શાળા આવવાની સંમતિ જ્યારે તેમના માતા-પિતા સંમતિ આપશે.

રાજ્ય સરકાર તરફથી જાહેર ગાઈડલાઈન્સ મુજબ શાળામાં થતી ભેળસેળ થી બચવા શાળાનો સમય નો અંતર 15 મિનિટ દૂર રાખવામાં આવશે. કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને શાળાઓમાં ઇમરજન્સી વખતે covid 19 બનાવવામાં આવશે દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શાળામાં માસ્ક પહેરવું ફરજીયાત છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!