કોરોના વાયરસ ના કેસો માં ઘટાડો થતા સૌરાષ્ટ્ર ના આ શહેર માં શરૂ કરાઈ એસ.ટી સેવા, જાણો વિગતે.

Published on: 3:48 pm, Wed, 26 May 21

ગુજરાત માં કોરોના ની બીજી લહેરે હાહાકાર મચાવ્યા પછી હવે ધીરે ધીરે સંક્રમણ ઘટી રહ્યુ છે ત્યારે હવે ફરી એકવાર જનજીવન ધબકતું થઈ રહ્યુ છે. સૌરાષ્ટ્ર માં કોરોનાનું સંક્રમણ ઘટતા એસટી ના રૂટ ફરી શરૂ થયા છે.

આજથી ગ્રામ્ય વિસ્તાર ના 9 થી વધુ રૂટ શરૂ થશે.કોરોના ની બીજી લહેર પહેલા જ્યાં એસટી બસ રાત્રી રોકાણ કરતાં હતાં ત્યાં આજથી ફરીથી રાત્રી રોકાણ શરૂ થશે.

લોધિકા તાલુકાના જેતાકુબા, કોઠ પીપળીયા, ખરેડી, મેંગણી ચાપાબેડા નોધણચોરા મોરીદડ સહિતના ગ્રામીણ વિસ્તારોમાં એસટી ના રૂટ ફરી શરૂ કરાશે. કાલાવડ તાલુકાના સમાના, વજીરા ખાખરીયા દાણીધાર બામણગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી શરૂ થશે.

રાત્રી કરફ્યુ ને લઈને રૂપાણી સરકારે મોટો નિર્ણય કર્યો છે. હવેથી 36 શહેરમાં લાગુ રાત્રી કરફ્યુ નો સમય રાત્રે 8 વાગ્યા ને બદલે 9 કલાકે શરૂ થશે અને સવારે 6 કલાકે કરફ્યુ પૂરું થશે.

આ પહેલા રૂપાણી સરકારે 36 શહેર માં કેટલીક છૂટછાટ આપતા તમામ ધંધાઓ સવારે 9 થી બપોરે 3 કલાક સુધી ખુલી રાખવાની છુટ આપી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના વાયરસ ના કેસો માં ઘટાડો થતા સૌરાષ્ટ્ર ના આ શહેર માં શરૂ કરાઈ એસ.ટી સેવા, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*