બે બાળકોના પિતાને ST બસ ચાલકે અડફેટેમાં લીધા, જોરદાર ટક્કરને કારણે પિતાનું કરૂણ મૃત્યુ… જાણો સમગ્ર ઘટના

ગુજરાતમાં ફરી એક વખત એસટી બસના લીધે એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો.પાલીતાણા સ્ટેશન રોડ પર પુરપાટ ઝડપે જતી એસટી બસ એક બાઈક ચાલકને અડફેટેમાં લીધો હતો. આ ઘટનામાં બાઇક ચાલક યુવાનનું કરુણ મૃત્યુ નીપજયું હતું. મૃત્યુ પામેલો યુવાન પાલીતાણા માર્કેટયાર્ડમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતો હતો અને તે મઢડા ગામનો રહેવાસી હતો.

મળતી માહિતી અનુસાર ગઇકાલે બપોરે પાલીતાણા સ્ટેશન રોડ પર મઢડા ગામનો રહેવાસી 35 વર્ષીય રોહિતસિંહ રાજેન્દ્રસિંહ સરવૈયા પોતાની બાઈક પર કામ અર્થે જઈ રહ્યો હતો. ત્યારે પાલીતાણા થી પાટણ જતી ST બસના ચાલકે પાછળથી રોહિતસિંહની બાઈકની જબરદસ્ત ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે રોહિતસિંહ આ અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેનું કરુણ મૃત્યુ નીપજયું હતું. રોહિતસિંહ મૃત્યુના સમાચાર સાંભળીને પરિવાર અને ગામના લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

મૃત્યુ પામેલો રોહિતસિંહ ગઢડા ગામના આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય રાજેન્દ્રસિંહ સરવૈયાનો દીકરો હતો. મૃત્યુ પામેલા રોહિતસિંહને બે બાળકો હતા. રોહિતસિંહના મૃત્યુના કારણે 14 વર્ષીય દીકરી અને 4 વર્ષીય દીકરાએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે પાલીતાણાના સ્ટેશન રોડ પર ટ્રાફિકની સમસ્યાને લઇને વારંવાર રજૂઆતો થાય છે. સાંકડો રોડ અને કોઈપણ પ્રકારના વાહન પાર્કિંગની સુવિધા ન હોવાના કારણે આ રોડ પર ખૂબ જ ટ્રાફિક જોવા મળે છે. આ રોડ પર આવી ઘટનાઓ સતત બનતી રહે છે. આ ઘટનાને લઇને લોકો ભારે રોષ ભરાયા છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*