રાજકોટમાં ST બસ અને કાર નું અકસ્માત, અકસ્માત દરમિયાન ત્રણ લોકોના મૃત્યુ અને ત્રણ લોકો ગંભીર…

Published on: 5:26 pm, Tue, 3 August 21

આજકાલ દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગુજરાત હાઇવે પર પણ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે ત્યારે રાજકોટ કાલાવડ રોડ પર ST એસટી બસ અને કાર નું જબરદસ્ત અકસ્માત થયું અને ઘરનો ભાંગીને ભુક્કો થઈ ગયો.

આ અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓ ના મૃત્યુ થયા છે અને અન્ય ત્રણ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય વિદ્યાર્થીઓની ઓળખ તેમના આઈડી કાર પરથી લેવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ ત્રણેય વિદ્યાર્થીઓ અમદાવાદની પારુલ યુનિવર્સિટી માં અભ્યાસ કરે છે. મૃત્યુ પામેલા વિદ્યાર્થીમાં એકનું નામ આદેશ ગૌસ્વામી, નિશાંત દાવડા, ધાગધરિયા ફોરમ નું મૃત્યુ થયું છે.

મળતી માહિતી મુજબ પાયો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝીટે થી આવ્યા હતા.

ત્યારે જ્યાંથી પરત ફરતી વખતે તેઓ ની કાર નો અકસ્માત એસ.ટી.બસ સાથે થયું હતું અને અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ ઉપરાંત કારમાં બેઠેલા ત્રણ વિદ્યાર્થીઓને ગંભીર ઇજા પહોંચી છે. અકસ્માત થયા બાદ શહેરની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર અકસ્માતની જાણે લીધી હતી. તપાસ દરમિયાન મૃત્યુ પામેલા ત્રણેય વિદ્યાર્થીઓના નામ સામે આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!