ઝડપી કાર ચાલકે બાઈક સવાર 2 યુવકોને ફૂટબોલની જેમ હવામાં ઉડાડયા, બંને યુવક 20 ફૂટ હવામાં… વિડીયો જોઈને હૈયુ ધ્રુજી ઉઠશે…

Published on: 1:33 pm, Wed, 24 May 23

Car Bike Accident: એક ભયંકર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ભયંકર અકસ્માતની ઘટનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, બે યુવક બાઈક પર સવાર થઈને જઈ રહ્યા છે.

ત્યારે અચાનક જ રસ્તાની ડાબી બાજુથી એક ઝડપી કાર આવે છે. જેના કારણે ઝડપી કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર બેઠેલા બંને યુવકો જાણી ફૂટબોલ ન હોય તેમ હવામાં ફંગોળાઈને રોડ ઉપર પડ્યા હતા. આ હચમચાવી દેનારી અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

હાઈ સ્પીડ કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થયા બાદ બાઈક પર સવાર બંને યુવકો લગભગ 20 ફૂટ હવામાં ઉછળીને જમીન પર પડ્યા હશે. આ ઘટના બન્યા બાદ ત્યાં હાજર લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા બંને યુવકોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક યુવકનું મોત થયું હતું. જ્યારે અન્ય એક યુવકની હાલત ખૂબ જ ગંભીર હતી. કહેવામાં આવી રહી છે કે અકસ્માતની ઘટના ઘણા સમય પહેલા બની હતી. પરંતુ ફરી એક વખત આ અકસ્માતની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર વાયરલ થઈ રહેલો વિડિયો ઉજ્જૈનમાંથી સામે આવી રહ્યો છે. અકસ્માતની ઘટના સવારે લગભગ નવ વાગ્યા ની આસપાસ બની હતી. આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ વિરેન્દ્રસિંહ હતું.

વિરેન્દ્રસિંહનું મોત થતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. વિડીયો જોતા તમને શું લાગી રહ્યું છે કે આ અકસ્માતની ઘટના કોની ભૂલના કારણે બની છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઝડપી કાર ચાલકે બાઈક સવાર 2 યુવકોને ફૂટબોલની જેમ હવામાં ઉડાડયા, બંને યુવક 20 ફૂટ હવામાં… વિડીયો જોઈને હૈયુ ધ્રુજી ઉઠશે…"

Leave a comment

Your email address will not be published.


*