અમદાવાદના એસપી રિંગ રોડ પર BAPS સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. 15 જાન્યુઆરી સુધી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલવાની છે. અહીં દરરોજ દેશ-વિદેશથી લાખો હરિભક્તો મુલાકાતે આવે છે. મિત્રો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના મેનેજમેન્ટના વખાણ ચારેય બાજુ ચાલી રહ્યા છે.
તેમનો બધો શ્રેય અહીં સેવા આપતા હરિભક્તો અને સંતોને જાય છે. ઘણા એવા હરિભક્તો છે જેઓ પોતાનું કામકાજ મૂકીને છેલ્લા ચાર પાંચ મહિનાથી અહીંયા સેવા આપી રહ્યા છે. ત્યારે આજે આપણે તેવા જ એક સ્વયંસેવક વિશે વાત કરવાના છીએ. આજે આપણે છેલ્લા 36 વર્ષથી સિંગાપુરમાં રહેતા હીનાબેન ઝાલા વિશે વાત કરવાના છીએ.
મિત્રો તમને જણાવી દે કે હીનાબેન ઝાલા છેલ્લા છ મહિનાથી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા આપી રહ્યા છે. તેઓ પોતાની દીકરીને એકલી સિંગાપુર મૂકીને અહીં સેવા આપવા માટે આવ્યા છે. અહીં તેઓ સિક્યુરિટી વિભાગમાં દિવસના 12 કલાક સેવા આપી રહ્યા છે. હીના બેસે ને મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, હું છેલ્લા 36 વર્ષથી સિંગાપુરમાં રહું છું,
હું અહીં સિક્યુરિટી વિભાગમાં સવારે 8:00 થી રાતના 10 વાગ્યા સુધી સેવા આપું છું. તેમને જણાવ્યું કે આજથી છ મહિના પહેલા હું ગોંડલ ગઈ હતી ત્યારે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં મેં સેવામાં નામ નોંધાવ્યું હતું. તે સમયે મેં વિચાર્યું કે પ્રમુખસ્વામી મહારાજ એ બહાર વિચરણ કરી સત્સંગનો પ્રચાર કર્યો છે. તો તેમનું ઋણ ચૂકવવા માટે હું અહીં સેવા કરી રહી છું.
હીનાબેને વધુમાં જણાવ્યું કે મારા પતિ સિંગાપુરમાં બિઝનેસમેન હતા અને 2016 માં તેમનું દુઃખદ નિધન થયું હતું. પતિના મૃત્યુ બાદ હું અને મારી દીકરી સિંગાપુરમાં રહીએ છીએ. પ્રમુખસ્વામી મહારાજનું રોડ ચૂકવવા માટે હું અહીં સેવા કરી રહી છું અને હજુ 35 દિવસ સુધી સેવા કરીશ.
હીનાબેને વધુમાં જણાવ્યું કે, મેં છેલ્લા છ મહિનાથી પ્રમુખસ્વામી મહારાજને પ્રાર્થના કરી છે કે બાપા જે રીતે બધાની સેવા કરે છે. મારે સેવા કરીને આપને રાજી કરવા છે. બસ મને સેવા કરવા માટે બળ આપજો. મને માનસિક રીતે હિંમત આપજો કે હું તમારો રાજીપો પ્રાપ્ત કરી શકું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment