રાજકોટમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. રાજકોટ શહેરના શાંતિનગર વિસ્તારમાં આવેલા શ્યામલરાજ નામના એપાર્ટમેન્ટમાં રહેતી પ્રાર્થના પારેખ નામની 18 વર્ષની યુવતીએ સુસાઇડ નોટ લખીને પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. પ્રાર્થનાએ આજરોજ સુસાઇડ જેવું મોટું પગલું ભરી લીધું છે. આ ઘટના બનતા જ પ્રાર્થનાના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં તો પોલીસે પ્રાર્થનાએ લખેલી સુસાઇડ નોટ કબજે લઈને વધુમાં તપાસ હાથ ધરી હતી. પ્રાર્થનાએ સોસાયટી નોટમાં લખ્યું હતું કે, “મને આજે જો એડમિશન ન મળ્યું તો હું શું કરીશ તેમાં બધાને લાગે, હું આખો દિવસ ખુશ રહું છું. તો મને કાંઈ ટેન્શન નથી તમારા કરતાં વધારે મને ટેન્શન છે.
કારણ કે ફ્યુચર તો મારું જ છે ને… સોરી સોરી” સુસાઈડ નોટના અંતમાં પ્રાર્થના એ પોતાની સહી કરી હતી અને પછી ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલી પ્રાર્થના બે બહેનો તેમજ એક ભાઈમાં મોટી હતી. પ્રાર્થનાની માતા ખાનગી શાળામાં પટાવાળા તરીકે નોકરી કરે છે. ગત વર્ષે પ્રાર્થના એ ધોરણ 12 ની પરીક્ષા આપી હતી.
પરંતુ તે પરીક્ષામાં પ્રાર્થના એક વિષયમાં નાપાસ થઈ હતી. થોડાક સમય પહેલા પ્રાર્થનાએ ધોરણ 12 ની પૂરક પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં તે પાસ થઈ ગઈ હતી. એટલે હાલમાં તેને કોલેજમાં એડમિશન લેવાનું હતું અને તે એડમિશન માટે પ્રયાસો કરી રહી હતી. પરંતુ તેને એડમિશન મળતું ન હતું તેથી તે સતત ટેન્શનમાં રહેતી હતી. દીકરી પ્રાર્થના અને બીકોમમાં ઇંગ્લીશ મીડીયમ માં એડમિશન લેવું હતું. પ્રાર્થના આજરોજ તેના પિતા સાથે કોલેજમાં એડમિશનની પ્રક્રિયા માટે જવાની હતી.
ત્યારે સવારે પ્રાર્થનાએ કહ્યું કે તે કપડાં બદલીને આવે તેમ કહીને તે પોતાના રૂમમાં ચાલી ગઈ હતી. ઘણો સમય થઈ ગયો છતાં પણ પ્રાર્થના બહાર ના આવી એટલે પરિવારના સભ્યો દ્વારા રૂમનો દરવાજો ખખડાવવામાં આવ્યો હતો. પરંતુ પ્રાર્થના એ અંદરથી કાંઈ જવાબ આપ્યો નહીં. છેવટે પરિવારના સભ્યોને શંકા ગઈ હતી, એટલે પરિવારના સભ્યોએ દરવાજો તોડ્યો ત્યારે અંદરથી પ્રાર્થનાનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું હતું.
આ દ્રશ્યો જોઈને પ્રાર્થનાના માતા પિતા આઘાતમાં સરી પડ્યા હતા. ત્યારબાદ 108 ની મદદથી પ્રાર્થનાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં હાજર ડોક્ટરે પ્રાર્થનાને મૃત જાહેર કરી હતી. પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment