સબવાહિની ન મળતા દીકરાઓ માતાના મૃતદેહને 80 કિલોમીટર બાઈક પર ગામે લઈ ગયા, વીડિયો જોઈને આંખો ભીની થઈ જશે…

Published on: 5:32 pm, Mon, 1 August 22

મિત્રો હાલમાં બનેલી એક એવી ઘટના સામે આવી છે, જે સાંભળીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. સબ વાહિની ન મળતા બે ભાઈઓ પોતાની માતાના મૃતદેહને બાઈક પર બાંધીને ગામે લઈ ગયા હતા. રવિવારના રોજ સવારે બનેલી ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સમગ્ર ઘટનાને લઈને બંને ભાઈઓનું કહેવું છે કે, જિલ્લાની હોસ્પિટલમાં નર્સોએ અમારી માતાની યોગ્ય કાળજી લીધી ન હતી. જેના કારણે અમારી માતાનું મૃત્યુ થયું હતું. માતાના મૃત્યુ બાદ સબ વાહિની માગી પરંતુ અમને સબ વાહિની મળી નહીં. માતાના મૃતદેહને ગામડે લઈ જવા માટે ખાનગી વાહન ચાલકો સાથે વાતચીત કરી ત્યારે તેમને 5000 રૂપિયા માંગ્યા, અમારી પાસે એટલા બધા રૂપિયા નથી.

તેથી અમે 100 રૂપિયાના પાટીયા ખરીદા અને મૃતદેહને બાઈક પર બાંધીને ગામે લઈ ગયા હતા. આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં જ લોકો ભારે ગુસ્સામાં ભરાયા હતા. એટલું જ નહીં પરંતુ પૂર્વ મંત્રી કમલનાથે વિડીયો ટ્વિટ કરીને શિવરાજ સરકાર પર નિશાનો સાધ્યા છે. આ ઘટના મધ્યપ્રદેશના શાહડોલમાં બની હતી. વાયરલ થઈ રહેલો વિડિયો શાહડોલ મેડિકલ કોલેજનો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બંને ભાઈઓ પોતાની માતાના મૃતદેહને ધાબળામાં વીટે છે. ત્યારબાદ બાઈક પર લાકડા મૂકે છે અને તેમાં માતાનું મૃતદેહ બાંધી દે છે. ત્યારબાદ એક ભાઈ બાઈક ચલાવે છે અને બીજો ભાઈ માતાના મૃતદેહને પકડીને પાછળ બેસે છે.

બંને ભાઈઓ માતાના મૃતદેહને બાઈક પર 80 કિલોમીટરનું અંતર કાપીને પોતાના ગામે પહોંચે છે. સમગ્ર ઘટનાને લઈને સુંદર યાદવ એ જણાવ્યું કે, માતા જયમંત્રી યાદવને છાતીમાં તકલીફ થતી હતી. તેથી અમે તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

હોસ્પિટલમાં હાજર નસોએ એક ઇન્જેક્શન અને એક બાટલો આપ્યો હતો. ત્યારબાદ માતાની તબિયત બગડવા લાગી હતી. શનિવારના રોજ રાત્રે લગભગ 2.40 કલાકે માતાનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર મેડિકલ કોલેજમાં કોઈ પણ એમ્બ્યુલન્સની સુવિધા ન હતી. મેડિકલ કોલેજમાં કોઈ પણ સબવાહિની પણ ન હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સબવાહિની ન મળતા દીકરાઓ માતાના મૃતદેહને 80 કિલોમીટર બાઈક પર ગામે લઈ ગયા, વીડિયો જોઈને આંખો ભીની થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*