દિલ્હી સ્થિત કોંગ્રેસ મુખ્યાલયમાં ઘણા લાંબા સમય બાદ આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઇ. આ બેઠકને લઈને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસમાં સંગઠન ચૂંટણી તેમજ નવા અધ્યક્ષ પદના નામને લઈને પણ જાહેરાત કરાશે.
જોકે આ બેઠકમાં સોનિયા ગાંધીએ પોતાની જાતને જ ફૂલ ટાઈમ પાર્ટી અધ્યક્ષ હોવાનો સંકેત આપી દીધો છે.આ બેઠકમાં તેઓ સ્પષ્ટપણે જણાવી દીધું કે, જો તમે સૌ મને આવું કહેવાની સંમતિ આપશો કે હું ફુલટાઈમ પાર્ટી અધ્યક્ષ તરીકે પદ પર રહીશ.
આપણે ક્યારેય પણ સાર્વજનિક મહત્વ અને ચિંતાના મુદ્દાઓને વધારે વિચારે નથી જવા દીધા પરંતુ મીડિયાના માધ્યમથી મારે વાત કરવાની કોઈ જરૂર નથી.સંગઠનની ચૂંટણીઓ પર સોનિયાએ સ્પષ્ટ પણે કહી દીધું છે કે, પૂર્ણ સંગનાત્મક ચૂંટણીઓને કાર્યક્રમ તમારી સામે જ છે.
30 જૂન 2021 ના રોજ ચૂંટણી રોડ મેપ ને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું. પરંતુ કોરોના કારણે ચૂંટણી ના થઈ શકી. તમે સૌ કોઈ આને નક્કી કરો, પાર્ટી મા કોઈ એકની મરજી નહીં ચાલે. તેઓએ પાર્ટીના નેતાઓને આત્મનિયંત્રણ અને અનુશાસન નો ખ્યાલ રાખવા પણ જણાવાયું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment