સુરતમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. સુરતના સચિન પલસાણા ટી પોઇન્ટ પાસેથી મોપેડ લઈને પસાર થતાં યુવકને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. યુવક પોતાની મોપેડ લઈને જતો હતો, ત્યારે રસ્તામાં એક ટ્રક ચાલકે તેને જોરદાર ટક્કર લગાવી હતી.
આ કારણોસર યુવકને ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું મોત થયું હતું. યુવકના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મૃત્યુ પામેલો યુવક વેસુની એક કંપનીમાં નોકરી કરતો હતો. યુવક કંપનીની નવસારી ખાતેની સાઈડ પર મુલાકાતે ગયો હતો અને ત્યાંથી ઘરે આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડ્યો હતો.
અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ અક્ષય પ્રવીણભાઈ સારંગે હતું અને તેની ઉંમર 26 વર્ષની હતી. અક્ષય નારપુરા ખારવાવાડ ખાતે રહેતો હતો. અક્ષય સિવિલ એન્જિનિયરિંગ કર્યું હતું અને હાલમાં તે વેસુની એક કંપનીમાં નોકરી કરતો હતો.
શનિવારના રોજ બપોરે અક્ષય કંપનીની એક સાઈડની મુલાકાતે નવસારી ગયો હતો. અહીંથી તે સાંજના સમયે પોતાની મોપેડ લઈને પરત આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં એક ઝડપી ટ્રક ચાલકે અક્ષયને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અક્ષયનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
હાલમાં તો આ ઘટનાને લઈને સચિન પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. મૃત્યુ પામેલો અક્ષય પરિવારનો એકનો એક દીકરો હતો. આ ઘટના બનતા જ બહેને એકનો એક ભાઈ ગુમાવ્યો છે. અક્ષયના પિતાનું નિધન થયા બાદ ઘરની બધી જવાબદારી તેના ઉપર હતી અને તેવામાં અક્ષયનું મોત થતા પરિવાર આર્થિક રીતે પડી ભાંગ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment