દીકરાએ કર્યો મોટો ખુલાસો : માતાના અફેરના કારણે માતાનો જીવ લીધો? મમ્મી આકાશ નામના યુવક સાથે ઘરે…

ગઈકાલે ઉત્તર પ્રદેશના લખનઉમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં એક 16 વર્ષના દીકરાએ પોતાની માતાનો જીવ લઇ લીધો હતો. મળતી માહિતી અનુસાર દીકરાએ ત્રણ દિવસ સુધી માતાના મૃતદેહને ઘરમાં રાખ્યું હતું અને પોતાની 10 વર્ષની બહેનને એક રૂમમાં બંધ કરી દીધી હતી. મળતી માહિતી અનુસાર PUBG ગેમના કારણે દીકરાએ માતાનો જીવ લીધો હતો તેવું જાણવા મળ્યું હતું.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, માતાએ દીકરાને PUBG ગેમ રમવા માટે રોક્યો હતો. તેથી નારાજ થઈને દીકરાએ પિતાની લાયસન્સવાળી પિસ્તોલ લઇને માતા પર પિસ્તોલ ચલાવી હતી. ત્યારે આ ઘટનાને લઈને એક મોટો ખુલાસો થયો છે. પોલીસ પૂછપરછમાં માતાનો જીવ લેવાનું એક બીજું કારણ સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઇને આરોપી દીકરાએ જણાવ્યું કે, આ સમગ્ર મામલા પાછળ ત્રીજી વ્યક્તિ છે.

ભલે અત્યારે પોલીસને આરોપી દીકરાની વાત પર વિશ્વાસ ન આવતો હોય પરંતુ પોલીસે ત્રીજા પાત્રની શોધખોળ શરૂ કરી દીધી છે. પોલીસ પૂછપરછ દરમિયાન દીકરાએ જણાવ્યું કે, વીજળી વિભાગમાં નોકરી કરતો આકાશ નામનો યુવક ઘણી વખત એના ઘરે આવતો હતો. આકાશ બે થી ત્રણ દિવસ તેના ઘરે રોકાતો હતો. ઘરમાં આ રીતે આકાશ રોકાવા આવતો તે દીકરાને પસંદ ન હતું.

આ બાબતને લઇને આકાશ વિરોધ પણ કર્યો હતો. પરંતુ દીકરાની માતાએ આકાશને મળવાનું બંધ ન કર્યું. મેં આ વાતનો વિરોધ કર્યો તેથી મારી માતા મને ખૂબ જ હેરાન કરવા લાગી હતી અને નાની નાની વાત પર મારી ધુલાઈ કરતી હતી એવું દીકરાએ જણાવ્યું હતું.

દીકરાએ જણાવ્યું કે, સહનશક્તિ હદપાર થઈ ગયા તેથી મેં મારી માતાનો જીવ લઈ લીધો હતો. મળતી માહિતી અનુસાર આરોપી દીકરાના પિતા નવીન કુમાર સિંહ આર્મી ઓફિસર છે. તેમનું પોસ્ટિંગ પશ્ચિમ બંગાળમાં છે. મળતી માહિતી અનુસાર યમુનાપુરમ કોલોનીમાં તેમની 40 વર્ષીય પત્ની સાધના, 16 વર્ષીય દીકરો અને 10 વર્ષીય દીકરી રહેતા હતી.

મંગળવારના રોજ રાત્રે 16 વર્ષના દીકરાએ પોતાના પિતાને વિડીયો કોલ કર્યો હતો, વિડીયોકોલમાં દીકરાએ જણાવ્યું કે તેને માતાનો જીવ લઈ લીધો છે. એટલું જ નહીં પરંતુ દીકરાએ વિડીયોકોલમાં માતાનું મૃતદેહ પણ દેખાડ્યું હતું. ત્યારબાદ એક સંબંધીને ફોન કરીને તાત્કાલિક તેને પોતાના ઘરે મોકલ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, PUBG ન રમવા દેવાથી નારાજ દીકરાએ માતાનો જીવ લીધો હતો. આટલું જ નહીં પરંતુ ત્રણ દિવસ સુધી માતાનું મૃત્યુ ઘરમાં છુપાવી રાખ્યું હતું અને 10 વર્ષની બહેનને એક રૂમમાં બંધ કરી દીધી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*