દીકરાએ 2.50 લાખ રૂપિયાની સુપારી આપીને પિતાને મરાવી નાખ્યા, માત્ર આટલી નાની વસ્તુ માટે દીકરાએ આ પગલું ભર્યું…જાણો સમગ્ર ઘટના…

મિત્રો હાલમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક દીકરાએ પોતાના પિતાનો જીવ લેવા માટે એવો પ્લાન બનાવ્યો કે ભલભલા લોકો ચોકી ઉઠ્યા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે 10 નવેમ્બર ના રોજ માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર કેસમાં પોલીસે મૃત્યુ પામેલા 52 વર્ષીય છગનભાઈ નામના વ્યક્તિના દીકરા સહિત 4 લોકોની ધરપકડ કરી હતી.

મિત્રો 10 નવેમ્બરે બનેલી ઘટના કોઈ અકસ્માત નહીં, પરંતુ દીકરાએ પોતાના પિતાનો જીવ લેવડાવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો દસ નવેમ્બરના રોજ સવારે 4:00 વાગ્યાની આસપાસ એક પીકઅપ ચાલકે એક છગનભાઈ નામના 52 વર્ષના વ્યક્તિને જોરદાર ટક્કર લગાવી હતી. આ ઘટનામાં છગનભાઈનું કરુણ મોત થયું હતું. આ અકસ્માતની ઘટનાને લઈને પોલીસે એક ચોકાવનારો ખુલાસો કર્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર છગનભાઈના દીકરાએ 10 લાખ રૂપિયાની વિમાની રકમ મેળવવા માટે ત્રણ સાથીઓ સાથે મળીને પોતાના પિતાનો જીવ લેવાનું કાવતરું ઘડ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે છગનભાઈના દીકરા અનિલ, પીકઅપ ચાલક ડ્રાઇવર બીટ્ટુ, વાહનનો માલિક ગોલુ અને કરણ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે અને આરોપીઓની પૂછ અરજ કરી રહે છે.

આરોપી અનિલ ઘર ચલાવતો હતો અને પિતા છગનભાઈ કામ કરતા ન હતા. જ્યારે અનિલની માતા પણ નોકરી કરતી હતી. પિતાને દારૂની લત હતી અને પિતા દારૂ પીવા માટે પોતાના દીકરા પાસેથી સતત પૈસાની માંગણી કરતા હતા. ઘણી વખત આ બાબતને લઈને બાપ દીકરા વચ્ચે માથાકૂટ પણ થઈ જતી હતી. અનિલને ખબર હતી કે જો તેના પિતાનું સામાન્ય મૃત્યુ થયું તો વિમાની રકમ લગભગ 2 થી 2.50 લાખ રૂપિયા મળશે.

પરંતુ જો પિતાનું મૃત્યુ અકસ્માતમાં થયું તો 10 લાખ રૂપિયા સુધી વિમાની રકમ મળી શકે છે. ત્યારબાદ તેને પોતાના મિત્રો સાથે મળીને પોતાના પિતાનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો. ત્યારબાદ 10 નવેમ્બરના રોજ જ્યારે છગનભાઈ ઘરની બહાર ગયા ત્યારે અનિલ એક રીક્ષામાં બેસીને પોતાના પિતાનું સંપૂર્ણ લોકેશન પોતાના મિત્રોને આપી રહ્યો હતો.

ગોલુ અને કરણ એક સ્કૂટી પર છગનભાઈ ની દેખરેખ કરાવતા હતા. ત્યારે સિગ્નલ મળતા જ આરોપી બીટુએ પીકઅપથી છગનભાઈને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે છગનભાઈનું કરુણ મોત થયું હતું. પિતાના મૃત્યુ બાદ દીકરો ઘરે પહોંચ્યો અને ત્યાં જઈને દીકરાએ નાટક શરૂ કરી દીધું હતું.

આ સમગ્ર ઘટનાને લઈને પોલીસને શંકા ગઈ હતી. તેથી પોલીસે ઘટના સ્થળે લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ત્યારે જાણવા મળ્યું કે આ રોડ ઉપરથી એકનું એક વાહન ત્રણથી ચાર વખત પસાર થયું છે. પોલીસી વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે 10 લાખનો વીમો પકવવા માટે દીકરાએ 2.5 લાખ રૂપિયાની સુપારી આપીને પોતાના પિતાનું જીવ લેવડાવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*