પપ્પાને “હેપી બર્થ ડે” કહીને દીકરાએ સુસાઇડ કરી લીધું… દીકરાનું મૃતદેહ એવી હાલતમાં મળી આવ્યું કે… સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…

સમગ્ર દેશભરમાં અવારનવાર સુસાઈડની ઘટનાઓ વધી રહી છે. આ ઘટનામાં એક વિદ્યાર્થીએ સુસાઇડ કરી લીધું છે. વિદ્યાર્થી કેવી રીતે સુસાઇડ કર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. મળતી માહિતી અનુસાર પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે વિદ્યાર્થીનું મોઢું એક પ્લાસ્ટિકની કોથળીમાં બંધ હતું. આ ઉપરાંત તેના હાથમાં એક દોરડુ પણ બાંધેલું હતું. આ ઘટના રાજસ્થાનના કોટામાંથી સામે આવી રહી છે.

મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ મનજોત છાબરા હતું અને તેની ઉંમર 18 વર્ષની હતી. મનજોત હોસ્ટેલમાં રહીને NEETની તૈયારી કરી રહ્યો હતો. ગુરુવારના રોજ સવારે 9:30 વાગ્યાની આસપાસ તેના મિત્રએ તેને ફોન કર્યો હતો. પરંતુ મનજોત ફોન રિસીવ કરતો ન હતો. ત્યારબાદ મિત્રએ આ વાતની જાણ હોટલના સંચાલકને કરી હતી.

ત્યારબાદ હોટલના સંચાલક મનજોતની રૂમ પાસે ગયા ત્યારે તેનો રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. પછી સંચાલકે આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ત્યાર પછી ઘટના સ્થળે પહોંચેલી પોલીસે રૂમ નોંધ દરવાજો તોડીને રૂમની અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારે રૂમની અંદરથી મનજોતનુ મૃતદેહ મળી આવ્યું હતું. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, મનજોત ચાર મહિના પહેલા અભ્યાસ કરવા માટે કોટા આવ્યો હતો. અહીં તે હોસ્ટેલના રૂમમાં એકલો રહેતો હતો.

બુધવારના રોજ રાત્રે 8:00 વાગ્યા ની આસપાસ કોચિંગમાં હાજરી આપ્યા બાદ તે પોતાના રૂમ પર ચાલ્યો ગયો હતો. ગુરૂવારના રોજ સવારે 9:30 વાગ્યા સુધી તે રૂમમાંથી બહાર આવ્યો નહીં. એટલે હોસ્ટેલમાં રહેતા એક મિત્રએ તેને ફોન કર્યો હતો. ત્યારે મનજોત ફોન રિસીવ કરતો ન હતો. જેથી મિત્રો તેની રૂમ પર ગયો હતો. પરંતુ રૂમનો દરવાજો પણ અંદરથી બંધ હતો. ત્યારબાદ તેને આ ઘટનાની જાણ હોટલના સંચાલકને કરી હતી.

પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી અને ઘટના સ્થળે પહોંચીને પોલીસે રૂમનો દરવાજો તોડ્યો હતો. ત્યારે રૂમમાંથી મનજોતનું મૃતદેહ મળી આવ્યું હતું. તેનું મોઢું પોલીથીનથી બાંધેલું હતું. અને તેના એક હાથમાં દોરડું બાંધેલું હતું. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઇને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

મળતી માહિતી અનુસાર 2 ઓગસ્ટના રોજ મૃત્યુ પામેલા યુવકે પોતાના માતા પિતા સાથે વાતચીત કરી હતી. મળતા પહેલા તેને પોતાના પિતા માટે એક સંદેશો પણ લખ્યું હતું અને દિવાલ ઉપર ત્રણ સુસાઇડ નોટ ચોંટાડી હતી. જેમાં એક નોટમાં હેપી બર્થડે લખ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે 4 ઓગસ્ટના રોજ એટલે કે આજરોજ મૃત્યુ પામેલા યુવકના પિતાનો જન્મદિવસ હતો. યુવકે કયા કારણોસર સુસાઇડ કર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

 

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*