આજે અમે તમને એક કાળજુ કંપાવી દેનારી ઘટના વિશે વાત કરવાના છીએ. આ ઘટનામાં એક યુવકે તેના માતા-પિતા અને દાદીનો જીવ લઇ લીધો હતો. હાલમાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે. જાણવા મળી રહ્યું છે કે આરોપીએ સૌપ્રથમ હોકી લઈને પોતાના માતા-પિતા અને દાદીનો જીવ લઇ લીધો હતો અને ત્યાર પછી સેનિટાઈઝરની(Sanitizer) મદદથી ત્રણેયના મૃતદેહને સળગાવી દીધા હતા.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે જણાવ્યું કે, આરોપી યુવક ના પિતા આયર સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપલ હતા, પિતાનો જીવ લીધા બાદ આરોપી યુવક પોતાની પિતાની જગ્યાએ કોમ્પેશનેટ નોકરી કરવા ઈચ્છતો હતો. આ કાળજુ કંપાવી દેનારી ઘટના છત્તીસગઢમાં બની હતી. મળતી માહિતી અનુસાર આરોપી યુવકનું નામ ઉદીતે છે. પૈસા ન મળતા તેને પોતાના પિતાનો જીવ લેવાનો પ્લાન બનાવીને તેમની જગ્યાએ કોમ્પેશનેટની નોકરી કરવાનો પ્લાન બનાવ્યો હતો.
આરોપીએ બનાવેલા પ્લાનમાં તેની માતા અને તેના દાદી અડચણરૂપ બનતા હતા. જેથી આરોપીએ તેમનો પણ જીવ લેવાનો પ્લાન બનાવી નાખ્યો હતો. પ્લાનના આધારે 7 મેના રોજ આરોપીએ રાત્રે 03:00 વાગ્યાની આસપાસ આ ઘટનાને અંજામ આપ્યો હતો. રાત્રે જ્યારે માતા પિતા અને દાદી સુતા હતા. ત્યારે આરોપીએ હોકી વડે ત્રણેયના માથાના ભાગે પ્રહાર કર્યા હતા. આ કારણોસર ત્રણેયના મોત થયા હતા. ત્યારબાદ ત્રણેયના મૃતદેહને ઘરમાં સંતાડી દેવામાં આવ્યા હતા.
ત્યાર પછી આરોપી યુવકે સૌપ્રથમ ફિનાઈલ લઈને આખું ઘર સાફ કર્યું હતું. પછી ત્રણ દિવસ સુધી ધીમે ધીમે ત્રણેયના મૃતદેહ પર સેનિટાઈઝર નાખીને સળગાવી દીધા હતા. એટલું જ નહીં પરંતુ 12 મહિના રોજ આરોપીએ પોલીસ સ્ટેશનમાં માતા-પિતા અને દાદીના થવાની ફરિયાદ પણ નોંધાવી હતી. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે આઠ મેના રોજ તેના માતા પિતા અને દાદી રાયપુર ગયા હતા.
ત્યારથી હજુ સુધી તેઓ પાછા આવ્યા નથી. આરોપીના પડોશીઓ પાસેથી પિતા ગુમ થઈ ગયા છે, તેવી માહિતી આરોપીના નાના ભાઈને મળી ગઈ હતી. ત્યાર પછી નાનો ભાઈ ઘરે પહોંચ્યો હતો. નાનાભાઈ ઘરની પાછળના યાદ તરફ ગયો, ત્યારે ત્યાં કાંઈ બાળ્યું છે તેના નિશાનો જોવા મળ્યા હતા. ત્યારે નાના ભાઈ ત્યાં પડેલી રાખ દૂર કરી ત્યારે જાણવા મળ્યું કે ત્યાં હાડકા છે.
ત્યાર પછી નાનાભાઈ આખા ઘરની તપાસ કરી હતી ત્યારે દિવાલ પર તેને શંકાસ્પદ નિશાનો અને બાથરૂમમાં પણ શંકાસ્પદ નિશાનો દેખાયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પછી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને શંકાસ્પદ નિશાનોના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. ત્યારે આરોપી પાસેથી જાણવા મળ્યું કે નોકરી માટે તેને આ પગલું ભર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment