આજરોજ જન્માષ્ટમીના પવિત્ર દિવસે ગુજરાતના અનેક કૃષ્ણ મંદિરમાં ભક્તિભાવનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે અલગ અલગ ગલીઓમાં મટકીફોડના કારણે યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અમુક વખત મટકીફોડનો કાર્યક્રમ અનેક વાર જોખમી બની જતો હોય છે. ત્યારે સુરતમાં બનેલી તેવી છે કે ઘટના સામે આવી રહી છે.
આ ઘટનામાં મટકીફોડના કાર્યક્રમો દરમિયાન એક યુવક સાથે કંઈક એવું બન્યું કે વિડિયો જોઈને તમારા રુવાડા બેઠા થઈ જશે. જાણવા મળી રહ્યો છે કે, મટકીફોડના કાર્યક્રમો દરમિયાન એક યુવક પોતાના મોઢામાં જ્વલંતશીલ પદાર્થ હવામાં ઉડાડીને આગથી જોખમી સ્ટંટ કરતો હતો.
આ દરમિયાન સ્ટંટ કરનાર યુવકના મોઢામાં આગ લાગી ગઈ હતી. જેના કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી. ત્યાર પછી ગણતરીની સેકન્ડોમાં યુવકના મોઢામાં લાગેલી આગ ઓલવાઈ ગઈ હતી. આ કારણસર તેને કોઈ પણ પ્રકારની ગંભીર ઇજા પહોંચી નથી. આ ઘટના બની ત્યારે નીચે ઉભેલા યુવકોનો જીવ અધ્ધર થઈ ગયો હતો.
આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના સુરત શહેરની એસ. ડી. જૈન કોલેજમાં બની હતી. જાણવા મળી રહ્યું છે કે, કોલેજના કેમ્પસમાં મટકી ફળનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતમાં માટલી ફોડતાં સમયે માંડ-માંડ બચ્યો યુવાન; મોંમાં જ્વલનશીલ પદાર્થ ભરીને કરી રહ્યો હતો સ્ટંટ#Surat #Gujarat #Janmashtami pic.twitter.com/yNCRU874yc
— Zee 24 Kalak (@Zee24Kalak) September 7, 2023
મટકી ફોડના કાર્યક્રમ દરમ્યાન એક યુવકથી જોખમી કરી રહ્યો હતો. આ દરમિયાન યુવકના મોઢામાં આગ લાગી ગયા છે. ત્યાર પછી ગણતરીની કલાકોમાં યુવકના મોઢા ઉપર લાગેલી આગ ઓલવી નાખવામાં આવી હતી. આ કારણોસર યુવકને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચી નથી.
હાલમાં ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને ભલભલા લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયો છે અને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment