દિવાળી તહેવારમાં ફટાકડા ફોડવાને લઈને અમદાવાદ થી આવ્યા કંઈક આવા સમાચાર,જાણો

Published on: 12:13 pm, Sun, 8 November 20

દેશભરમાં કોરોનાવાયરસ ની મહામારી નો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં ચાલી રહેલ દિવાળીના તહેવારોની સિઝન વચ્ચે દિવાળીમાં ફટાકડા ફોડવા પર કેટલાક રાજ્યોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરાવી ને નિયમો સાથે ફટાકડા ફોડવા ની મંજૂરી આપી દીધી છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે ફટાકડા ફોડવાને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે.

બહાર પાડેલા જાહેરનામા મુજબ અમદાવાદ શહેરમાં રાત્રિના 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવા દેવામાં આવશે.ફટાકડા ની લૂમ ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ સાથે 125 ડેસીબલથી અવાજ કરતાં ફટાકડા પણ નહીં ફોડી શકાય.પોલીસ કમિશનરના જાહેરનામા પ્રમાણે હોસ્પિટલ.

નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર,શૈક્ષણિક સંસ્થા અને ન્યાયાલયની 100 મીટર નજીક ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિદેશી ફટાકડાની આયાત અને વેચાણ તથા.

ઓનલાઇન વેપાર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. આ જાહેરનામાનો અમલ 9 નવેમ્બર થી 19 નવેમ્બર સુધી થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!