પાંચ મહિના પહેલા લગ્ન થયા અને દિવાળી માં માસી ના ઘરે જમવા આવેલા આ દંપતી સાથે મોરબીમાં જ થયું કંઈક એવું કે…જાણીને તમે પણ રડી પડશો.

મિત્રો જે ઘટના બની તે આજે ઘણા પરિવારના માળા વિખેરી નાખ્યા છે ઘણા લોકોએ પોતાના પિતા ગુમાવ્યા છે તો ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આવી જ એક દુઃખદ ઘટના સામે આવી છે જેમાં એક દંપત્તિનું મૃત્યુ થઈ જવાથી આખે આખાપરિવારમાં માતમ છવાઈ ગયો છે.

સૌરાષ્ટ્રના રાજકોટના હર્ષ નામના વ્યક્તિએ લગભગ પાંચ મહિના પહેલા જ મીરા નામની દીકરી સાથે લગ્ન કર્યા હતા અને મિત્રો બંને સોફ્ટવેર એન્જિનિયર હતા અને બંને બેંગ્લોરમાં સોફ્ટવેર એન્જિનિયરિંગ ની નોકરી કરતા હતા અને બંને પાંચ મહિનાથી લગ્નજીવનમાં ખૂબ જ એટલે ખૂબ જ સુખી હતા.

બંને પતિ-પત્નીનો પરિવાર પણ ખૂબ જ સુખેથી ચાલી રહ્યો હતો અને પરિવારના લોકો દિવાળીના સમયે હોવાથી ખૂબ જ ખુશ હતા કારણ કે બંનેનું જીવન સેટ થઈ ગયું હતું.દિવાળી ની રજાઓ હોવાથી બને રાજકોટ આવ્યા હતા.તે મોરબીમાં રહેતા હર્ષ ના માસીના ઘરે જમવા માટે તેમને બંને ને બોલાવ્યા હતા અને તેટલા માટે તે મોરબી ગયા હતા અને મોરબી માસીના ઘરે જમ્યા હતા.

તે બને ઝુલતા પુલ પર ફરવા માટે ગયા હતા અને જે સમયે પુલ તૂટ્યો એ સમયે બને પુલ પર જ હાજર હતા અને તે ઘટનામાં બંનેનું મૃત્યુ થઈ જતા આજે પરિવાર પર ઘેરું દુઃખ આવી પડ્યું છે.મીરા નું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અને હર્ષને સારવાર માટે હોસ્પિટલ લઈને જવામાં આવ્યો હતો.પણ તેનું પણ હોસ્પિટલ માં મૃત્યુ થઈ જવાથી બને પતિ પત્ની દુનિયા છોડી ચાલ્યા ગયા હતા

ઓરેવા કંપનીના મેનેજર ડિરેક્ટરથી લઈને નીચલા સ્તરના કર્મચારીઓ સુધી બધાએ ઘણો કામ કર્યું પરંતુ ભગવાનની ઈચ્છા હતી કે આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની. ફરિયાદીઓએ મિત્રો જણાવ્યુ કે ઓરેવાના બે મેનેજર પૂલ ના સમારકામમાં અને જાળવણી સંબંધિત કોન્ટ્રાક્ટર દેખરેખ ની જવાબદારી સંભાળતા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*