પાટણમાં ઘરમાં સૂતા 16 વર્ષના દીકરા સાથે રાત્રે બન્યો કાંઈક એવું કે, દીકરાનું કરુણ મૃત્યુ – જાણો એવું તો શું થયું હશે…

Published on: 12:40 pm, Thu, 4 August 22

મિત્રો હાલમાં બનેલી એક દુઃખ દાયક ઘટના સામે આવી છે. પાટણમાં ઘરમાં સુતા 16 વર્ષના દીકરા સાથે રાતે કાંઈક બન્યું એવું કે તેનું કારણ મૃત્યુ નીપજ્યું છે. દીકરાના મૃત્યુના કારણે પરિવારમાં શોખનું મોજુ ફરી વળ્યું છે. હકીકતમાં પાટણના ચાણસ્મા તાલુકાના વસઈ ગામે મધ્યરાત્રે 16 વર્ષના દીકરાના હાથના અંગૂઠા પર સાપ કરડી ગયો હતો.

આ સમગ્ર ઘટનાના 26 કલાક બાદ સારવાર દરમિયાન દીકરાનું મૃત્યુ નીપજ ગયું હતું. પરિવારના એકના એક દીકરાનું મૃત્યુ થતાં સમગ્ર ગામમાં શોકનું મોજો ફરી વળ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, વસઈ ગામમાં રહેતા નીતિનકુમાર રતિલાલ રાવલ તેમના દીકરા અને દીકરી સાથે રવિવારના રોજ રાત્રે મકાનના વચ્ચેના રૂમમાં નીચે પથારી કરીને સુતા હતા.

આ દરમિયાન રાત્રે તેમનો દીકરો આલયકુમાર જાગીને તેના પિતાને કહે છે કે, ઘરમાં સાપ આવ્યો છે. ત્યારબાદ પિતા દોઢ ફૂટ લાંબા સાપને ચીપિયાથી પકડીને ઘરની બહાર મૂકી આવે છે. ત્યારબાદ ઘરમાં આવીને સૂઈ જાય છે. ત્યારે વહેલી સવારે આયલને અચાનક ગળામાં દુખાવો થતો હતો. તેથી આ વાતની જાણ તે પોતાના પિતાને કરે છે.

ત્યારબાદ પિતાને દીકરાના જમણા હાથના અંગૂઠા ઉપર સાપ કરડીયો હોવાનું નિશાને દેખાય છે. જેથી પિતા દીકરાને તાત્કાલિક ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા. ત્યાં હોસ્પિટલમાં સોમવારના રોજ રાત્રે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ દીકરાનું મૃત્યુ નીપજ્યું હતું.

પરિવારના એકના એક દીકરાનું મૃત્યુ થતાં સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયો હતો. પિતા નીતિનકુમાર પોલીસ મથકમાં અકસ્માતે મૃત્યુનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઈને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પાટણમાં ઘરમાં સૂતા 16 વર્ષના દીકરા સાથે રાત્રે બન્યો કાંઈક એવું કે, દીકરાનું કરુણ મૃત્યુ – જાણો એવું તો શું થયું હશે…"

Leave a comment

Your email address will not be published.


*