સુરતમાં ઘરની બહાર બેઠેલા દાદાની સાથે કંઈક એવું બન્યું કે, આખો પરિવાર દોડતો થઈ ગયો…દાદાનું રીબાઈ રીબાઈને કરુણ મોત…

Published on: 10:51 am, Sun, 4 December 22

સુરતમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. સુરતના આસપાસ નગર 2માં પોતાના ઘરની બહાર બેઠેલા એક દાદા સાથે અચાનક કંઈક એવું બન્યું કે પરિવારના લોકોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. જ્યારે દાદા પોતાના ઘરની બહાર બેઠા હતા ત્યારે એકાએક રસ્તા ઉપરથી એક બેકાબુ બનેલો ઘોડો દાદા તરફ દોડતો દોડતો આવે છે.

દાદા કાંઈ સમજે તે પહેલા તો ઘોડો દાદાને અડફેટેમાં લે છે. જેના કારણે દાદા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન દાદાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. દાદાનુ મૃત્યુ થતા જ પરિવારમાં માતમ ખોવાઈ ગયો હતો.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટનામાં મૃત્યુ પામેલા દાદાનું નામ લીંબાશંકર પાટીલ હતું. ઘટના બની તે દિવસે તેઓ સાંજના સમયે પોતાના ઘરની બહાર બેસીને આરામ કરી રહ્યા હતા. ત્યારે એક બે કાબૂ બનેલો ઘોડો દોડતો દોડતો રસ્તા ઉપરથી તેમની શેરીમાં ઘૂસી આવે છે.

આ દરમિયાન બેકાબુ બનેલો ઘોડો પગ વડે દાદાને જોરદાર લાત લગાવે છે. જેના કારણે દાદા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે તાત્કાલિક સુરતની કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ દાદાના પરિવારના લોકો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.

ત્યારે દાદાનું સારવાર દરમિયાન કરુણ મોત થયું હતું. દાદાનું મૃત્યુ થતા જ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. ઘોડો અચાનક આજે શેરીમાં કેવી રીતે ઘુસી આવ્યો તેની કોઈપણ પ્રકારની સ્પષ્ટતા થઈ નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને લિંબાયત પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં ઘરની બહાર બેઠેલા દાદાની સાથે કંઈક એવું બન્યું કે, આખો પરિવાર દોડતો થઈ ગયો…દાદાનું રીબાઈ રીબાઈને કરુણ મોત…"

Leave a comment

Your email address will not be published.


*