આપણે સોશિયલ મીડિયા પર ઘણા એવા કિસ્સા જોયા હશે જેમાં લોકોના સાપ કરડવાથી મૃત્યુ થાય છે. આવો જ એક કિસ્સો વડોદરા ના વાઘોડિયા રોડ પર અણખોલ ગામની કામધેનુ સોસાયટીમાં રાત્રિના સમયે રાઉન્ડ પર નીકળેલા સિક્યુરિટી ગાર્ડના પગમાં કોબ્રા સાપ આવી જતા તેનો જીવ માંડ માંડ બચ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી, જેમાં રસ્તા પરથી સાપ પસાર થતો દેખાય છે, અને એકદમ નજીક આવી ગયા પછી ચાલતા જતા સિક્યુરિટી ગાર્ડને સાપ દેખાય છે અને તે જીવ બચાવીને ભાગે છે.
ચોમાસાની સીઝન શરૂ થતા જ વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં સરીસૃપ નીકળવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે થોડા દિવસ પહેલા વડોદરા ના વાઘોડિયા રોડ પર આવેલી કામધેનુ સોસાયટીમાં આવેલા કોબ્રા સાપ નો વિડીયો વાયરલ થયો છે. જેમાં રાઉન્ડમાં નીકળેલા બે સિક્યોરિટી ગાર્ડ પૈકી એક સિક્યોરિટી ગાર્ડના પગમાં કોબ્રા સાપ આવી ગયો હતો. સોસાયટીમાં કોબ્રા સાપ આવી જવાની વાતને લઈને સોસાયટીના રહીશો એકત્ર થઈ ગયા હતા, અને સાપની શોધખોળ ચાલુ કરી હતી પરંતુ સાપ મળ્યો ન હતો.
સાપ.. આવ્યો…સાપ…! વડોદરાની સોસાયટીમાં રાઉન્ડ પર નીકળેલા સિક્યુરિટી ગાર્ડ સાથે કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે… pic.twitter.com/SRgIdVOrQ8
— GUJJU ROCKZ (@gujju_rockz) July 12, 2023
કામધેનુ સોસાયટીના સિક્યોરિટી ગાર્ડ રમણભાઈ દશરથભાઈ વણકરે જણાવ્યું હતું કે, રાત્રે બે વાગ્યે સોસાયટીમાં રાઉન્ડમાં નીકળ્યા તે સમયે અચાનક જ મારા પગમાં સાપ આવી ગયો હતો. જેથી જમીન પર ડંડો મારતા તેણે ફેણ ચડાવી હતી. જેથી અમે પાછળ ખસી ગયા અને સાપ આગળ જવા લાગ્યો હતો જેના કારણે અમે બચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડછરા ગામમાં રહેતી 20 વર્ષની યુવતી ખુશ્બુ કનુભાઈ રબારી નું કોબ્રા કરડતા મોત થયું હતું.
ગ્રામજનોએ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ ને જાણ કરી હતી. જેથી ટ્રસ્ટ ના કાર્યકરોએ ગામમાં જઈને ત્રણ કલાકની ભારે મહેનત બાદ 3.5 ફૂટ લાંબા કોબ્રા સાપ નું રેસ્ક્યુ કર્યું હતું. વિશ્વામિત્ર નદી અને ગ્રીન બેલ્ટને કારણે સરીસૃપોને સારુ વાતાવરણ મળે છે, અમદાવાદ અને સુરત કરતા વડોદરા નું વાતાવરણ સરિસૃપો ને અનુકૂળ આવી ગયું છે. વડોદરામાં 20 ટકા જેટલા સાપ ઝેરી છે જ્યારે 80% જેટલા સાપ બિનજેરી જોવા મળે છે. ચોમાસાની સિઝનમાં વધુ સાપ જોવા મળે છે, શિયાળામાં સાપ દરમાં જતા રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment