રાત્રે કુલરમાં પાણી ભરતી વખતે કંઈક એવું બન્યું કે…27 વર્ષના યુવકનું તડપી તડપીને મોત… જાણો એવું તો શું થયું હશે…

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બુધવારના રોજ રાત્રિના સમયે કુલરમાં પાણી ભરતી વખતે 27 વર્ષના યુવક સાથે કંઈક એવું બન્યું કે યુવકનો રીબાઈ રિબાઈને મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે કુલરમાં પાણી ભરતી વખતે યુવક અચાનક જ બેભાન થઈને જમીન પર પડી ગયો હતો.

પછી પરિવારના સભ્યો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટર દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે યુવક જ્યારે બુધવારના રોજ રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ કુલરમાં પાણી ભરી રહ્યો હતો.

ત્યારે અચાનક જ તેને જોરદાર કરંટ લાગ્યો હતો અને તે ત્યાં જ બેભાન થઈને ઢળી પડ્યો હતો. પછી યુવકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યું હતું. મૃત્યુ પામેલા યુવકનું નામ જગદીશ હતું અને તેની ઉંમર 27 વર્ષની હતી.

યુવક કુલરમાં પાણી ભરી રહ્યો હતો ત્યારે કુલરનો પાવર ચાલુ હતો, પાણી ભરતી વખતે યુવક કુલરને અડી ગયો હતો તેના કારણે તેને વીજ કરંટ લાગ્યો હતો અને તે ઝટકો ખાઈને જમીન પર ઢળી પડ્યો હતો. પછી પરિવારના સભ્યો તાત્કાલિક જગદીશને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં જગદીશની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

જગદીશનું મોત થતા જ પરિવાર આર્થિક રીતે પડી ભાંગ્યો છે. જગદીશ મજૂરી કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતો હતો. આ ઘટના બનતા જ પરિવારના સભ્યો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયું હતું. હજુ પણ પરિવારના સભ્યો માનવા તૈયાર નથી કે તેમનો જુવાનજોધ દીકરો આ દુનિયામાં નથી રહ્યો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*