Gorakhpur, Death of two sisters: હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી દર્દનાક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ધાબા ઉપર કપડાં લેવા ગયેલી બે બહેનો(two sisters) સાથે કંઈક એવી ઘટના બની કે આખો પરિવાર દોડતો થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર જોરદાર તુફાનના કારણે ધાબા ઉપર કપડાં લેવા ગયેલી બંને બહેનો ધાબા(Death of two sisters) ઉપરથી નીચે પડી ગઈ હતી.
જેના કારણે બંને બહેનો ઇજાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ બંનેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બંનેની તપાસ કર્યા બાદ બંનેને મૃત જાહેર કરી હતી. એક સાથે બે બહેનોનું મોત થતાં પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ ઘટના ગોરખપુરમાં ગુરૂવારના રોજ સાંજના સમયે બની હતી. બંને બહેનોનું મોત તથા પરિવારના સભ્યોએ હૈયાફાટ રુદન કર્યું હતું.
હાલમાં રડી રડીને પરિવારના સભ્યોની હાલત ખરાબ થઈ ગઈ છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટનામાં બે બહેનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગુરૂવારના રોજ સાંજના સમયે સાત વાગ્યાની આસપાસ જોરદાર પવન રહ્યો હતો. ત્યારે બંને બહેનો બીજા માળની રેલિંગ પર સુકાયેલા કપડાં લેવા માટે ગઈ હતી.
ત્યારે બંને બહેનો ભારે પવનના કારણે પોતાનું સંતુલન ગુમાવી બેઠે છે અને બીજા માળેથી નીચે પડે છે. આ ઘટના બનતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. ત્યારબાદ બંને બહેનોને સારવાર માટે તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી અને ત્યાંથી વધુ સારવાર માટે બંનેને જિલ્લાની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
ત્યારે હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બંનેની તપાસ કર્યા બાદ બંનેને મૃત જાહેર કરી હતી. એક સાથે બે દીકરીઓનું મોત થતા પરિવાર ભાંગી પડ્યો છે. મૃત્યુ પામેલી એક બહેનની ઉંમર 22 વર્ષની હતી જ્યારે બીજી બહેન ની ઉંમર 12 વર્ષની હતી. બંને બહેનોની એકસાથે અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચડ્યું હતું. ત્યારબાદ બંનેના એકસાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. ભારે પવન અને વાવાઝોડાના કારણે એક જ ઝટકામાં પરિવારના સભ્યો બે લાડલી દીકરી ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment