હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક પરિવાર સાથે જમ્યા બાદ કંઈક એવું બન્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. જમ્યા બાદ ફૂડ પોઈઝનીંગના કારણે પરિવારના સભ્યો બીમાર પડી ગયા હતા. કારણોસર એક જ પરિવારના ત્રણ બાળકોના મોત થયા છે અને સાત સભ્યોની હાલત નાજુક છે જે હોસ્પિટલમાં દાખલ છે.
પરિવારના સભ્યોએ જે ભોજન લીધું હતું. જેમાં કોઈ ઝેરી પદાર્થ હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટના હરિયાણાના રોહતક જિલ્લાના બાલંદ ગામમાંથી સામે આવી રહી છે. આ ઘટનામાં 7 વર્ષની દિયા, 5 વર્ષની લક્ષીતા અને એક વર્ષની ખ્યાતિ નામની બાળકીનું મોત થયું છે. જ્યારે પરિવારના સાત જેટલા સભ્યોની હાલત નાજુક છે અને તેમની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.
વિગતવાર વાત કરીએ તો પરિવારના સભ્યોએ મંગળવારના રોજ સાંજના સમયે ભોજન કર્યું હતું અને પરિવારના કેટલાક સભ્યોએ બુધવારના રોજ સવારે પણ સાંજનું ભોજન લીધું હતું. પછી તો પરિવારના સભ્યો એક પછી એક બીમાર પડવા લાગ્યા હતા. પરિવારના સભ્યોને ઉલટી અને ચક્કર આવવા લાગ્યા હતા.
તબિયત બગડતા જ તમામ લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન દિયા અને લક્ષીતા નામની બે બહેન અને એક વર્ષની ખ્યાતિ નામની બાળકીનું બુધવારના રોજ રાત્રિના સમયે મોત થયું હતું. એક જ પરિવારની ત્રણ દીકરીઓના મોત થતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
હાલમાં હોસ્પિટલમાં દાખલ અન્ય પરિવારજનોની હાલત નાજુક છે ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે પરિવારના સભ્યોએ જે ભોજન લીધું તેમાં કંઈક ઝેરેલી વસ્તુ ભળેલી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment