સુરત શહેરમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. સુરત જિલ્લાના દામકા ગામમાં એક 9 વર્ષના બાળક સાથે કંઈક એવી ઘટના બની કે આખું ગામ દોડતો થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર ગામમાં આવેલા તળાવમાં 9 વર્ષનો બાળક ડૂબી ગયો હતો. દીકરાનું મોત થતા જ પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.
બાળક પોતાના ઘરેથી સાઇકલ લઈને નીકળી ગયો હતો. ત્યારબાદ તે તળાવમાં ન્હાવા પડ્યો હતો. આ દરમિયાન તે પાણીમાં ડૂબી ગયો હતો અને તેનું મોત થઈ ગયું હતું. મોટા દીકરાનું મોત થતા જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સુરત જિલ્લામાં આવેલા દામકા ગામમાં મૂળ બિહારના રણજીતસિંહ પોતાના પરિવાર સાથે રહે છે.
છેલ્લા ચાર વર્ષથી તેઓ અહીં ભાડાના મકાનમાં રહે છે. રણજીતસિંહ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને બે દીકરાઓ છે. જેમાં એકની ઉંમર 9 વર્ષની અને તેનું નામ ગોલુ કુમાર છે. ગોલુ નજીકમાં આવેલી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. જાણવા મળી રહ્યું છે કે ગતરોજ ગોલુ ઘરેથી સાયકલ લઈને નીકળી ગયો હતો.
ઘરેથી નીકળ્યા બાદ ઘણો સમય થઈ ગયો છતાં પણ ગોલુ ઘરે પરત આવ્યો ન હતો. આ દરમિયાન પરિવારના લોકોને જાણ થઈ કે ગોલુ તળાવમાં ડૂબી ગયો છે. ત્યારબાદ પરિવારના સભ્યો તાત્કાલિક તળાવ પાસે પહોંચી ગયા હતા. ત્યારબાદ ગોલોના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. દીકરાનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે ગોલુ સાઇકલ લઈને તળાવ પાસે પહોંચ્યો હતો અને તળાવના કિનારે સાયકલ મૂકીને તે તળાવમાં નાહવા માટે ઉતર્યો હતો. આ દરમિયાન ઊંડા પાણીમાં તે ડૂબી ગયો હતો અને તેનું મોત થયું હતું. ગોલુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment