ગુરૂવારના રોજ રાત્રિના સમયે બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ઘરમાં રમી રહેલા 4 વર્ષના માસુમ બાળક સાથે કંઈક એવું બન્યું કે આખો પરિવાર દોડતો થઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે આ ઘટના રાજસ્થાનના કોટામાં બની હતી.
મળતી માહિતી અનુસાર અહીં ગુરુવારના રોજ રાત્રિના સમયે ઘરના કુલર પાસે રમી રહેલા 4 વર્ષના માસુમ બાળકને વીજ કરંટ લાગ્યો હતો અને તેનું મોત થઈ ગયું હતું. હાલમાં તો પોલીસે મૃત્યુ પામેલા બાળકના મૃતદેહને જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખ્યું છે.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા બાળકનું નામ ગૌરવ હતું અને તેની ઉંમર ચાર વર્ષની હતી. મળતી માહિતી અનુસાર માતાએ પોતાના દીકરાને સ્નાન કરાવીને ઘરની અંદર રમવા મોકલ્યો હતો અને માતા પોતે કપડાં ધોવા લાગી હતી. આ દરમિયાન ગૌરવે ભીના હાથે કુલરને સ્પર્શ કર્યો હતો.
આ કારણોસર અચાનક જ બાળકને વીજ કરંટ લાગ્યો હતો. ત્યારબાદ માતાને પોતાના દીકરાનો અવાજ સંભળાયો હતો. માતા દોડીની અંદર ગઈ ત્યારે દીકરો બેભાન હાલતમાં પડ્યો હતો અને દીકરાને જોઈને માતાએ પણ બુમાબૂબ કરી હતી. ત્યારબાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યાર પછી પરિવારના સભ્યો બેભાન થયેલા ગૌરવને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યાર પછી આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment