દરેક માતા-પિતા માટે બનેલો એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં એક 8 વર્ષની બાળકીની સાથે કંઈક એવું બન્યું કે માં-બાપે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. હાલમાં સોશિયલ મીડિયાનો અને ઓનલાઇન ગેમ્સનો જમાનો ચાલી રહ્યો છે. આજકાલના નાની ઉંમરના યુવાનો અને યુવતીઓ પણ સતત સોશિયલ મીડિયામાં અને ઓનલાઇન ગેમ્સમાં વ્યસ્ત રહે છે.
ઘણી વખત અમુક બાળકોને ઓનલાઈન ગેમ્સની એટલી બધી લત લાગી જાય છે કે તેમને ખબર રહેતી નથી કે તેઓ શું કરી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં મોબાઇલ પર ગેમ રમતી રમતી એક 8 વર્ષની માસુમ બાળકી દુનિયા છોડીને ચાલી ગઈ છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાંથી સામે આવી છે.
અહીં એક બાળકી મોબાઇલમાં ગેમ રમતી રમતી કૂવામાં પડી ગઈ હતી. ગામના કેટલાક લોકોએ બાળકીને કુવામાં પડતી જોઈ હતી. ત્યારબાદ ગામના લોકોએ બાળકીને બચાવવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ બાળકી બચી શકી નહીં. મળતી માહિતી અનુસાર ગામના લોકો જ્યારે કુવા પાસે પહોંચ્યા ત્યારે મોબાઈલની લાઈટ જોવા મળી હતી. થોડીક વાર બાદ આખું ગામ ઘટના સ્થળે એકઠું થઈ ગયું હતું.
લગભગ કુવામાં 20 ફૂટ સુધી પાણી ભરાયેલું હતું. ગામમાંથી કોઈની પણ હિંમત ન ચાલી કે તેઓ કુવામાં કૂદીને બાળકીને બચાવે. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસ એ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે ગામના લોકોની મદદ થી માસુમ દીકરીના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યું હતું.
આ ઘટના ગુરૂવારના રોજ સાંજના સમયે લગભગ સાત વાગ્યાની આસપાસ બની હતી. મૃત્યુ પામેલી બાળકીનું નામ કુલજીત કોર હતું અને તે ધોરણ પાંચની અંદર અભ્યાસ કરતી હતી. ઘટનાના દિવસે આઠ વર્ષની બાળકી મોબાઇલની અંદર ગેમ રમી રહી હતી. કેક ગેમ રમવામાં આટલી ખોવાઈ ગઈ હતી કે તે ચાલતી ચાલતી કુવાની નજીક પહોંચી ગઈ હતી. આ દરમિયાન તે ગેમ રમતી રમતી કુવાની અંદર પડી ગઈ હતી.
બાળકી કુવામાં પડી તેના 15 થી 20 મિનિટ બાદ પરિવારના લોકોને આ ઘટનાની જાણ થઈ હતી. ગામના લોકોએ બાળકીને બચાવવાના ઘણા પ્રયાસ કર્યા પરંતુ તેઓ બચાવી શક્યા નહીં. ત્યારબાદ પોલીસની મદદથી બાળકીને કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી તે પહેલા તો તેનું મૃત્યુ થઈ ગયું હતું. બાળકીનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment