સોશિયલ મીડિયા પર કરંટ લાગવાના કારણે ઘણા લોકોના મૃત્યુના બનાવો સામે આવ્યા છે. આવો જ એક બનાવ સુરતમાંથી સામે આવ્યો છે, અત્યારે સુરતમાં વરસાદની સિઝન ની શરૂઆત થતા ની સાથે જ કરંટ લાગવાની ઘટનાઓ પણ સામે આવવા લાગી છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પાણી ભરાતા કરંટ ગેસ લાઇન ની પાઇપ માં ઉતરી ગયો હતો.
આ દરમિયાન નોકરી પરથી ઘરે આવેલા યુવકે ગેસ લાઇન પકડતા કરંટ લાગ્યો હતો અને મોતને ભેટ્યો હતો. મૂળ ઉત્તર પ્રદેશનો 27 વર્ષીય પ્રદીપ વર્મા છેલ્લા 27 વર્ષથી સુરતના ઉધના વિસ્તારમાં આવેલી શ્રી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતો હતો. પાંચ મહિના પહેલા જ તેના લગ્ન થયા હતા અને માતા-પિતા વતન રહેતા હતા.
તે તેની પત્ની સાથે અહીં રહેતો હતો, પ્રદીપ સિલાઈ નું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ ઘટનાના પંદર દિવસ પહેલા જ પત્નીને વતન મોકલી હતી અને તે બે બહેનો સાથે રહેતો હતો. સુરતમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે ઉધના વિસ્તારમાં આવેલી રાધા કૃષ્ણ સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
આ દરમિયાન પ્રદીપ નોકરી પરથી ઘરે પરત ફર્યો હતો અને ઘરે જવા સીડી સુધી પહોંચી રહ્યો હતો. પાણી ભર્યું હોવાથી તે સાઈડ માંથી નીકળવા માટે ગેસની લોખંડની પાઇપ પકડતા જ તેને કરંટ લાગ્યો હતો. પ્રદીપને કરંટ લાગ્યો હોવાની જાણ થતાં જ સ્થાનિકો દ્વારા બચાવવાનો પ્રયાસ કરાયો હતો.
પરંતુ બચાવવા જનાર એક યુવકને પણ જોરદાર કરંટ લાગતા તે ફેકાઈ ગયો હતો. આ કારણોસર તેને ગંભીર ઈજા પણ થઈ હતી, ત્યારબાદ પાવર બંધ કરીને 108 ને બોલાવીને પ્રદીપને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે પ્રદીપને મૃત જાહેર કર્યો હતો,
પરિવારના મોટા દીકરાનું સાત મહિના પહેલા મોત થયું હતું. ત્યારે નાના દીકરા નું પણ અકાળે મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બંને બહેનો ભાઈનું મોત થતા ભાંગી પડી હતી અને સિવિલ હોસ્પિટલમાં બહેનના હૈયાફાટ રૂદનના કારણે ગમગીની છવાઈ ગઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment