ધુળેટી રમ્યા બાદ એક સાથે બાથરૂમમાં ન્હાવા ગયેલા પતિ-પત્ની સાથે કંઈક એવું બન્યું કે…બંનેનું બાથરૂમમાં રિબાઈ રિબાઈને મોત… બાથરૂમની અંદર અચાનક જ…

હાલમાં બનેલી ચોકાવનારી અને એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઘટનામાં ધુળેટીના દિવસે એક પતિ-પત્ની સાથે કંઈક એવું બન્યું કે પરિવારના લોકોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. ધુળેટી રમ્યા બાદ બાથરૂમમાં એક સાથે ન્હાવા ગયેલા પતિ-પત્નીનું મૃતદેહ બાથરૂમમાંથી મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પરિવારના લોકો દોડતા થઈ ગયા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. બંનેના મૃતદેહ પર એક પણ ઈજાના નિશાન નથી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બંનેના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે. આ ઘટનામાં મૃત્યુ પામેલા પતિનું નામ દીપક ગોયલ હતું અને તેમની ઉંમર 40 વર્ષની હતી. જ્યારે મૃત્યુ પામેલી પત્નીનું નામ શિલ્પા હતું અને તેમની ઉંમર 36 વર્ષની હતી.

દીપક ગોયલ પોતાની પત્ની અને બે બાળકો સાથે મુરાદનગર શહેરના અગ્રેસન કોલોની ફેઝ-વનમાં રહેતા હતા. ધુળેટીના દિવસે તેઓ પોતાના પડોશીઓ સાથે ધુળેટી રમી રહ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે ધુળેટી રમ્યા બાદ પતિ-પત્ની એક સાથે બાથરૂમમાં ન્હાવા ગયા હતા. ત્યાર પછી એક કલાકનો સમય વીતી ગયો છતાં પણ બંને બાથરૂમમાંથી બહાર આવ્યા નહીં અને અંદરથી પણ કોઈ પણ પ્રકારનો અવાજ આવતો ન હતો.

તેથી બાળકોએ આ ઘટનાની જાણ પડોશીઓને કરી હતી. ત્યારબાદ પડોશીઓએ આવીને વેન્ટિલેશનનો કાચ તોડીને તાળું ખોલ્યું હતું. ત્યારે પતિ-પત્ની બાથરૂમમાં બેભાન હાલતમાં મળેલા જોવા મળ્યા હતા. ત્યારબાદ બંનેને તાત્કાલિક સારવાર માટે યશોદા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં હાજર ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસ અધિકારીઓ બાથરૂમની અંદર તપાસ કરવા માટે પહોંચ્યા ત્યારે તેમને ગૂંગળામણ જેવું લાગ્યું હતું. તેનું કારણ હતું કે સિલિન્ડર અને ગેસ ગીઝર અંદર રાખવામાં આવ્યા હતા. યોગ્ય વેન્ટિલેશનની કોઈ પણ વ્યવસ્થા ન હતી. વેન્ટિલેશન માટે દરવાજાની ઉપરનો કાચ પણ બંધ હતો. પોલીસનું કહેવું છે કે ગેસ ગીઝરમાંથી શ્વાસ રુંધાવાથી બાથરૂમની અંદર પતિ-પત્નીનું મોત થયું છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પતિ-પત્નીના મૃત્યુનો સાચો કારણ જાણી શકાશે. પતિ પત્નીનું એકસાથે મોત થતા બે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટના બનતા જ ચારેય બાજુમાં તમે છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*