ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. અનેક જગ્યાએ ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આવા વરસાદી માહોલમાં અનેક અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે તમે વરસાદી માહોલમાં ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે.
જેમાં વીજળી પડવાના કારણે લોકોના મોત થતા હોય છે. ત્યારે મહેસાણા જિલ્લામાં આજરોજ વહેલી સવારે બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. મહેસાણામાં આજરોજ વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.
ત્યારે વહેલી સવારે ગઢ ગામે એક યુવક પર વીજળી પડી હતી, આ કારણોસર તેનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના બનતા જ યુવકના પરિવારજનો અને સગા-સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.આજરોજ વહેલી સવારે મહેસાણામાં સારો વરસાદ પડ્યો હતો.
ધોધમાર વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકા પણ થતા હતા. આ દરમિયાન મહેસાણા તાલુકાના ગઢા ગામે રહેતો 25 વર્ષનો કનીશ ચૌધરી નામનો યુવક સવારે 6 વાગ્યાની આસપાસ ભેંસના વાડામાં કામ કરી રહ્યો હતો. યુવક વાડામાં કામ કરી રહ્યો હતો, ત્યારે અચાનક જ તેની ઉપર વીજળી પડી હતી. વીજળી પડતાં જ યુવક ઢળી પડ્યો હતો.
આ ઘટનાની જાણ થતા જ પરિવારના લોકો દોડતા થઈ ગયા હતા. પરિવારના સભ્યો પોતાના દીકરાને સારવાર માટે તાત્કાલિક મહેસાણા લઈ ગયા હતા. અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે યુવકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યું હતું. દીકરા નું અકાળે મોત થતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment