હાલમાં બનેલી એક દુખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં જેમાં વર્કઆઉટ કરતી વખતે એક એન્જિનિયર યુવકનું મોત થયું છે. યુવકનું મોત થતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. જાણવા મળી રહ્યું છે કે આ ઘટનામાં ટ્રેડમીલમાં યુવકને વીજ કરંટ લાગ્યો હતો જેના કારણે તેનું મોત થઈ ગયું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના મંગળવારના રોજ સવારે 7.15 વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટના દિલ્હીના રોહિણી વિસ્તારમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા યુવકની ઉંમર 24 વર્ષની હતી અને તેનું નામ સક્ષમ હતું. સક્ષમ વ્યવસાય એન્જિનિયર હતો. તે પોતાના પરિવાર સાથે દિવ્યા જ્યોત એપારમેન્ટ સેક્ટર 19 માં રહેતો હતો.
તે પોતાના માતા પિતાનો એકનો એક દીકરો હતો. ગુરુગ્રામ માં એક બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતો હતો અને સેક્ટર 15માં એક જીમમાં વર્કઆઉટ કરતો હતો. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના બની ત્યારે સક્ષમનો મિત્ર કેશવ પણ ત્યાં હાજર હતો. કેશવના જણાવ્યા અનુસાર, સક્ષમ ટ્રેડમીલ પર દોડ્યા પછી આરામ કરવા માટે ટ્રેડમિલ નંબર બે અને ત્રણની વચ્ચે બેસી ગયો હતો.
ત્યારે અચાનક જ તે પાછળની બાજુ પડી ગયો હતો. જ્યારે તેને ઉચકવા માટે મેં તેનો હાથ પકડ્યો ત્યારે મને વીજ કરંટ લાગ્યો. પછી મને ખબર પડી કે સક્ષમને તો કરંટ લાગ્યો છે. તરત જ બંધ કર્યું અને લોકોને મદદથી સક્ષમને ઊંચકીને સીપીઆર આપ્યો,
પરંતુ તેનું શરીર હલનચલન કરતું બંધ થઈ ગયું હતું એટલે અમે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે સક્ષમની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થયા બાદ સક્ષમના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment