સંબંધીના દીકરાની ખબર કાઢીને ઘરે આવી રહેલા પરિવાર સાથે રસ્તામાં કંઈક એવું બન્યું કે…પરિવારના 5 લોકોના મોત…રોડ ઉપર લાશનો ઢગલો થઈ ગયો…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે ગઈકાલે રાત્રે બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક બોલેરોને ટ્રોલી અને ડમ્પરે આગળ અને પાછળથી જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે ગંભીર અકસ્માતની ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ અકસ્માતની ઘટના નુરા બાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે 44 પર મંગળવારના રોજ રાત્રે એક વાગ્યાની આસપાસ બની હતી.

બોલેરોમાં સવાર લોકો ગ્વાલિયરથી પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં ટક્કર એટલી જોરદાર હતી કે બોલેરો કાર ખરાબ રીતે ફંગોળાયને દૂર જઈને પડી હતી. આ અકસ્માતની ઘટનામાં બે લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય ત્રણ લોકોના હોસ્પિટલમાં મૃત્યુ થઈ હતાં.

ઈજાગ્રસ્ત થયેલા લોકોને ગવાલિયર સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલા બધા લોકો એક જ પરિવારના હતા. મળતી માહિતી અનુસાર બતૌલી ગામના પરિવારના લોકો સંબંધીના દીકરા દીપુની ખબર કાઢવા માટે ગ્વાલિયર ગયા હતા. દીપુએ ઝેર પી લીધું હતું. તેને ગ્વાલિયરની આરોગ્ય કેન્દ્રમાં રાખવામાં આવ્યો હતો.

ત્યારે હાઇવે રોડ ઉપર બોલેરોને સામેથી આવતી ટ્રોલીએ જોરદાર ટક્કર લગાવી હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલા ડમ્પરે બોલેરોને પાછળથી જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે ગંભીર અકસ્માતો સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 5 સભ્યોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*