લગ્નમાં જાન નીકળવાની અડધી કલાક પહેલા બન્યું કંઈક એવું કે, વરરાજાની જાન ઉપડે તે પહેલા તેની અર્થી ઉઠી ગઈ – જાણો સમગ્ર ઘટના

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે બુધવારના રોજ બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં બુધવારના રોજ મૈનપુરીમાં બની હતી. મળતી માહિતી અનુસાર જાન નીકળે તેના અડધા કલાક પહેલા વરરાજાનું કરૂણ મૃત્યુ થયું હતું.

કરંટ લાગવાના કારણે વરરાજા નું કરૂણ મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ વર અને કન્યાના બન્નેના પરિવારો માતમ છવાઇ ગયો હતો. આ ઘટનામાં બે ભાઇઓ સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે જિલ્લાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર 23 વર્ષીય અનુરાગના લગ્ન મધુપુરી ગામની સુષ્મા સાથે થવાના હતા. ગઈકાલે બંનેના લગ્ન હતા. જાન કાઢવાની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ હતી. મહેમાનો આવી ગયા હતા. હાજર મહેમાનો જાન નીકળવાની રાહ જોઈ રહ્યા હતા.

આ દરમિયાન ઘરના આંગણામાં બગડી ગયો હતો. તેનું સમારકામ ચાલતું હતું. મળતી માહિતી અનુસાર ઘરના આંગણામાં લાગેલો નળ બગડી ગયો હતો. મળતી માહિતી અનુસાર નળ સરખો કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન નળની ઉપરથી પસાર થતો હાઇટેન્શન લાઇનનો વાયર નળને અડતો હતો.

આ દરમિયાન વરરાજા અનુરાગ સહિત ત્રણ લોકોને જબરદસ્ત કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં વરરાજા અનુરાગનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. ઘટના બનતા જ લગ્નની ખુશીમાં માતમ છવાઇ ગયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દુલ્હન પક્ષવાળા રાહ જોતા રહ્યા અને અહીં જાન ઉપડવાની જગ્યાએ વરરાજાની અર્થી ઉપડી હતી. આ ઘટના બનતા જ બંને પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. 23 વર્ષના જુવાનજોધ દીકરાનું મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. માતા પિતા ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*