લગ્નમાં બહેનની ડોલી ઉઠે તે પહેલા કંઈક એવી ઘટના બની કે…ઘરના એકના એક ભાઈની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડિયું…

સમગ્ર દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે અમુક વખત એવી ઘટનાઓ સામે આવતી હોય છે. જે સાંભળીને આપણે પણ ભાવુક થઈ જતા હોઈએ છીએ અથવા તો આપણી આંખોમાં આંસુ આવી જતા હોય છે. ત્યારે ઘણા સમય પહેલા બનેલી એક દુઃખદ ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ.

આ ઘટના ઇન્દોરમાં રહેતા એક પરિવારના દીકરા સાથે બની હતી. આ દીકરા સાથે એવી કરુણ ઘટના બની કે પરિવારના લોકો દોડતા થઈ ગયા હતા. આ દીકરાના પરિવારમાં માતા પિતા અને ચાર સંતાનો રહેતા હતા. પરિવાર ખૂબ જ રાજી ખુશીથી હેતુ હતું અને જીવન એકદમ સારી રીતે પસાર થતું હતું. પરિવારમાં એકનો એક લાડલો ભાઈ અને ત્રણ બહેનો હતી.

દીકરાના પિતા વાહન ચલાવીને પરિવારનો ગુજરાન ચલાવતા હતા. જ્યારે તેમાં પરિવારની દીકરીના લગ્ન નક્કી થયા હતા. લગ્ન થતાં જ આખા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો અને પરિવારના સભ્યો લગ્નની તૈયારીમાં લાગી ગયા હતા. પરિવારના લગ્ન હોવાથી તેમના મામા લગ્ન પહેલા જ તેમના ઘરે રહેવા આવી ગયા હતા.

આ દરમિયાન મામાની દીકરી પણ તેમની સાથે રહેવા આવી ગઈ હતી. ભાણિયો દુકાને કંઈક લેવા માટે ગયો ત્યારે મામાની દીકરી પણ ભાણીયા સાથે દુકાને ગઈ હતી. બંને જાઈ રહ્યા હતા આ દરમિયાન એક ઝડપી ટ્રેક્ટરે તેમને અડફેટેમાં લીધા હતા. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે ટ્રેક્ટર ચાલકે અચાનક જ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.

જેના કારણે ટ્રેક્ટર રોંગ સાઈડમાં આવી ગયું હતું. આ દરમિયાન ટ્રેક્ટર ચાલકે મામાની દીકરી અને ભાઈને જોરદાર ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. આ ઘટનામાં ભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

ત્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં મામાની દીકરીને પણ નાની મોટી ઇજા પહોંચી હતી. ઘરમાંથી બહેનની ડોલી ઉઠે તે પહેલા ભાઈની અર્થી ઉઠતા ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. લગ્નની ખુશીઓમાં માતમ છવાઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*