સાત દિવસ પહેલા બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટનાનો વિડીયો હાલમાં સામે આવ્યો છે. આ ઘટનામાં એક મહિલા શિક્ષિકાને કેટલાક લોકોએ જીવતી સળગાવી દીધી હતી. હાલમાં આ રુવાટા ઉભા કરી દેનારી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના રાજસ્થાનમાં બની હતી.
મળતી માહિતી અનુસાર મહિલા શિક્ષિકાનો એટલો જ વાંક હતો કે, તેને આરોપી પાસેથી પોતાના ઉછીના આપેલા પૈસા પાછા માગ્યા હતા. મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ મોડી રાત્રે સારવાર દરમિયાન એસ.એમ.એસ હોસ્પિટલમાં મહિલા શિક્ષિકાનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
માનવતાને શર્મસાર કરતી આ ઘટના 10 ઓગસ્ટના રોજ જયપુર થી લગભગ 80 કિલોમીટર દૂર રાયસર ગામમાં બની હતી. સવારે 8:00 વાગ્યાની આસપાસ વીણા મેમોરિયલ સ્કૂલની શિક્ષિકા અનિતા (ઉંમર 32 વર્ષ) તેના છ વર્ષના દીકરા રાજવીર સાથે શાળાએ જઈ રહી હતી.
ત્યારે રસ્તામાં કેટલાક બદમાશ લોકોએ મહિલા શિક્ષિકા ને ઘેરી લીધી હતી અને તેના પર પ્રહાર કર્યા હતા. મહિલા શિક્ષિકા પોતાનો બચાવ માટે નજીકમાં આવેલા એક વ્યક્તિના ઘરમાં ઘૂસી ગઈ હતી. ત્યારબાદ સો નંબરમાં ફોન કરીને આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પરંતુ પોલીસ યોગ્ય સમયે ઘટના સ્થળે પહોંચી ન હતી.
ત્યારબાદ આરોપીઓએ મહિલા શિક્ષિકા ઉપર પેટ્રોલ છાંટીને તેના શરીર ઉપર આગ લગાવી દીધી હતી. ત્યારબાદ મહિલા શિક્ષિકા પોતાના બચાવ માટે બુમાબુમ કરતી રહે. પરંતુ આસપાસ ઉભેલા કોઈ પણ લોકોએ તેની મદદ ન કરી. આ ઉપરાંત આરોપીઓએ પણ કોઈને મદદ કરવા ન દીધી. કેટલાક લોકોએ આ દ્રશ્યનો વિડીયો ઉતારી લીધો હતો.
કેટલાક લોકોએ 6 વર્ષના માસુમ દીકરાની નજર સામે માતાને જીવતી સળગાવી દીધી, સારવાર દરમિયાન માતાનું મૃત્યુ – જુઓ મૃત્યુનો વિડીયો pic.twitter.com/s9bcrIsAua
— GUJJU ROCKZ (@gujju_rockz) August 17, 2022
થોડીક વાર બાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મંગળવારના રોજ મોડી રાત્રે મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર મૃતક મહિલાએ આરોપીઓને 2.5 લાખ રૂપિયા આપ્યા હતા. મહિલા પોતાના પૈસા માગતી હતી, પરંતુ આરોપીઓ તેને પૈસા આપતા ન હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment